અમદાવાદની પોળોમાં કોર્મશીયલ પ્રવૃત્તિ વધતાં પાર્કિગની સમસ્યા વકરી
(એજન્સી)અમદાવાદ, વર્લ્ડ હેરીીટેજ સીટી અમદાવાદના કોટ વિસ્તારની પોળોમાં કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરોની રહેમનજરી દુકાનો અને ગોડાઉનો બની ગયાં બાદ સ્થાનીકોને જ અવરજવર અને વાહન પાર્કીગની સમસ્યા સતાવી રહી છે. અને ઘર્ષણના બનાવ વધવા માંડતાં અનેકવીધ પોળોમાં ધંધાકીય પ્રવૃત્તિ સામે મોરચા ખુલ્યા છે.
કોટ વિસ્તારના કોમર્શીયલાઈઝેશનો નાણાંકીય લાભ લેવા માટે કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરોએ આગળ પડતી ભુમીકા ભજવીને પોળોમાં રોડ સાઈડના મકાનો યેનેકન પ્રકારે ખાલી કરાવીને કોમ્પ્લેક્ષમાં અને દુકાનો તથા ગોડાઉનો બનાવી દીધા છે. કેટલીક પોળોમાં રોડ સાઈડના મકાન ન મળે તો અંદરની સાઈડ મકાનો લઈને ગોડાઉનો બનાવી દેવાયાં છે.
મ્યુનિ.ના મધ્ય ઝોનનાં ડે.કમીશ્નરોથી માંડીને એસ્ટેટ-ટીડીઓ ખાતાના અમુક અધિકારીઓ તેમજ કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરોની રહેમનજરથી મોટાભાગની પોળોમાં ગેરકાયદે બાંધકામોમાં રહેણાંકના મકાન બનતાં હોય તો સ્થાનીકોનો વાંધો નથી
પરંતુ કોમ્પ્લેક્ષ દુકાનો અને ગોડાઉનોમાં કારણે પોળોના રહીશોનું જીવન દુષ્કર બની ગયું છે. એક બાજુ તોફાનોના કારણે પોળોમાં વસ્તી ઘટી તેનો લાભ કેટલાક લેભાગુ બિલ્ડરો અને કેટલાક કોર્પોરેટરોએ લીધો હતો તેવા આક્ષેપ કરતાં ધનાસુથારની પોળના રહીશોએ જણાવ્યું હતું કે,
ઐતિહાસિક અંબાજી માતાના મંદીરમાં કારણે હજુ પણ કેટલાય પરીવારો પોળ છોડીને જતા નથી ત્યારે પોળના નાકાથી લઈને અંદર સુધી કોર્મશીયલ પ્રવૃત્તિ વધી જતાં અવરજવર અને પાર્કીગની સમસ્યા વકરી છે.
થોડા દિવસ પહેલા પોળના એક રહીશને માર મારવામાં આવ્યો ત્યારબાદ તમામ રહીશોએ ભેગા થઈ વગરેે પ્રકારના વાહનોને પ્રવેશબંધી અને નો પાર્કીગના બેનર લગાવી દીધા છે. તેમજ મ્યુનિ. તંત્રને આવેદનપત્ર આપવામં આવ્યું છે.
આવી જ દશા અન્ય કેટલાય પોળોની છે, વિખ્યાત માણેકચોકમાં આસ્ટોડીયા તરફથી કોઈ રીક્ષા જેવું વાહન આવે તો પણ ટ્રાફીકજામ થઈ જાય છે. તેવી જ દશા ટંકશાળ રોડ પર જાેવા મળે છે.