વિજય માલ્યા, નિરવ મોદીને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનશે
માલ્યા-મોદી-ભંડેરી મુશ્કેલીમાં: ભારત પરત લાવવા ખાસ ટીમ બ્રિટન જશે
નવી દિલ્હી: ભારતમાં આર્થિક સહિતના અપરાધ કરીને બ્રિટન નાસી છુટેલા વિજય માલ્યા, નિરવ મોદી તથા અન્ય અપરાધીઓને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ તથા નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સીઓની એક સંયુક્ત ટીમ ટુંક સમયમાં જ લંડન જવા રવાના થશે.
આ ટીમ જેમના માટે ખાસ જઈ રહી છે તેમાં શસ્ત્રકાંડના આરોપી સંજય ભંડારી, ડાયમન્ડ વ્યાપારી નિરવ મોદી લિકર કિંગ તરીકે જાણીતા બનેલા વિજય માલ્યા સહિતના નામી લોકોનો સમાવેશ થાય છે.
સંજય ભંડારી જે યુપીએ સરકારના સમયમાં સંરક્ષણ સોદાઓને વચેટીયા તરીકે જાણીતો બન્યો હતો તે ગાંધી કુટુંબ અને ખાસ કરીને રોબર્ટ વાડ્રામાં નજીકનો ગણાય છે અને વાડ્રાની લંડન પ્રોપર્ટીમાં તેણે પેમેન્ટ કર્યુ હોવાના પણ પુરાવા ઈડી પાસે છે. આ તમામની પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે અને તેમાં આ સંયુક્ત ટીમ હવે ઝડપ લાવવાના પ્રયાસો કરશે.