ચાલુ વર્ષમાં આઈડીબીઆઈ બેંકની પ્રક્રિયા પૂરી થઈ શકી નથી
નવી દિલ્હી, સરકારી ક્ષેત્રની આઈડીબીઆઈ બેંકનું ડિસઈન્વેસ્ટમેન્ટ આવતા વર્ષેમાં પૂરું થઈ જશે. તેનો અર્થ છે કે, એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ની વચ્ચે બેંકનું ખાનગીકરણ થઈ જશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ) સચિવ તુહિન કાંતા પાંડેએ સોમવારે એક ઈન્ટર્વ્યુમાં આ વાત કરી છે.
આ પહેલા પાંડેએ કહ્યું હતું કે, આઈડીબીઆઈ બેંકમાં કેન્દ્ર અને એલઆઈસીની ભાગીદારીના વેચાણ માટે ઘણા એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રસ્ટ મળ્યા છે. પાંડેએ આ ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને યુનિક જણાવી. તેમણે દાવો કર્યો કે, ડિસઈન્વેસ્ટમેન્ટ પછી મેનેજમેન્ટ કન્ટ્રોલનો કોઈ ઈરાદો નથી.
તેમણે કહ્યું કે, બોલીઓ આવ્યા પછી રિઝર્વ પ્રાઈસ નક્કી કરવામાં આવશે. પાંડેએ કહ્યું કે, હાલમાં આઈડીબીઆઈ બેંક માટે બોલી લગાવનારાના નામ અને તેમની સંખ્યાનો ખુલાસો કરી શકાય તેમ નથી. આ પ્રોસેસનો આગામી તબક્કો વર્ચુઅલ ડેટા રૂમનો એક્સેસ આપવો અને સવાલોના સમાધાન સાથે જાેડાયેલો છે. પાંડેએ કહ્યું કે, ‘ડ્યુ ડિલિજન્સ પ્રોસેસ ટાઈમલાઈનના ફેક્ટર્સ પર ડિપેન્ડ કરશે.
સામાન્ય રીતે તેમાં ૩૦૪ મહિનાનો સમય લાગતો હોય છે.’ ટ્રાન્જેક્શન હવે બીજા તબક્કામાં જશે. તેમાં સંભવિત બોલી લગાવનારા બોલી લગાવ્યા પહેલા ડ્યુ ડિલિજન્સ કરશે. સરકાર અને એલઆઈસી બંને મળીને આઈડીબીઆઈ બેંકમાં ૬૦.૭૨ ટકા ભાગીદારી વેચવા ઈચ્છે છે.
તેમણે ઓક્ટોબરમાં સંભવિત ખરીદરો પાસે બોલીઓ મંગાવી હતી. પ્રારંભિક બોલીઓ કે ઈઓઆઈ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૬ ડિસેમ્બર હતી. તેને વધારીને ૭ જાન્યુઆરી કરી દેવાઈ હતી. હાલમાં સરકાર અને એલઆઈસી પાસે આઈડીબીઆઈ બેંકમાં કુલ ૯૪.૭૧ ટકા ભાગીદારી છે.
સફળ બોલી લગાવનારાને પબ્લિક શેરહોલ્ડિંગના ૫.૨૮ ટકાના અધિગ્રહણ માટે ઓપન ઓફર લાવવી પડશે.તે પહેલા દીપમે કહ્યું હતું કે, સંભવિત ખરીદારો પાસે ૨૨,૫૦૦ કરોડ રૂપિયાની મિનીમમ નેટવર્થ હોવી જાેઈએ. સાથે બેંકની બોલી યોગ્યતાને પૂરી કરવા માટે છેલ્લા ૫ વર્ષમાંથી ૩ વર્ષ નેટ પ્રોફિટમાં હોવા જાેઈએ.SS1MS