Western Times News

Gujarati News

મહિલા ઉદ્યમીઓ દ્વારા ઉત્પાદિત અને નિર્મિત વસ્તુઓનું વેચાણ શક્તિ મેળામાં કરાશે

ગાંધીનગર ખાતે તા. ૨૩ થી ૨૯ જુલાઈ-૨૦૨૨ દરમિયાન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.ના ઉપક્રમે “શક્તિ મેળો-૨૦૨૨ યોજાશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત મહિલા ઉદ્યમીઓ દ્વારા ઉત્પાદિત અને નિર્મિત વસ્તુઓનાં વેચાણ અર્થે “શક્તિ મેળો-૨૦૨૨ The Power of Women’s Economy” મેળાનું આયોજન લગ્નવાડી હોલ, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે.

તા. ૨૩ થી ૨૯ જુલાઈ-૨૦૨૨ દરમિયાન યોજાનાર “શક્તિ મેળો-૨૦૨૨નું ઉદઘાટન તા.૨૩ જુલાઈ, ૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ કલાકે કરવામાં આવશે. જેમાં ૭૫ થી વધુ મહિલા ઉદ્યમીઓ ભાગ લેવાના છે.  સાત દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં પ્રદર્શનની સાથ સાથે સાથે મહિલા ઉદ્યમીઓ દ્વારા તૈયાર કરાયેલ ચીજ વસ્તુઓનું વેચાણ પણ થશે.

ગ્રામીણ ગરીબ મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુસર અનુકૂળ ચીજવસ્તુઓની ખરીદી કરવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સહ પરિવાર મુલાકાત લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.