PSIએ દારૂના નશામાં કિશોરીને કારની અડફેટે લીધી
(એજન્સી)રાજકોટ, અમદાવાદમાં ઓવર સ્પીડમાં કાર ચલાવી અનેકનો જીવ લેવાયાની ઘટના બાદ ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય બની છે. તેમજ રોડ પર બેફામ વાહનો ચલાવી પોતાના અને લોકોના જીવ પર જાેખમ ઉભુ કરી રહેલા અનેક વાહન ચાલકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે.
ત્યારે પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરીને ઓવરસ્પિડ અને ડીં્રક્સ એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પરંતું રાજકોટમાં એક પોલીસ કર્મીએ જ અકસ્માત સર્જ્યો છે. પોલીસ કર્મચારીએ દારૂના નશામાં છાટકા થઈને અકસ્માત સર્જીયને ૧૭ વર્ષની કિશોરીને અડફેટે લીધી હતી. એટલુ જ નહિ, દારૂડિયા ઁજીૈંએ સાયકલ ચલાવતી કિશોરીને અડફેટે લીધા બાદ બેશરમની જેમ સિગરેટ પીતો હતો. જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે પોલીસકર્મીએ અકસ્માત સર્જયો હતો. યુનિવર્સિટીના ગેટ પાસે સાયકલ લઈને જઈ રહેલી ૧૭ વર્ષીય કિશોરીને પીએસઆઈ લક્ષ્મીનારાયણની કારે અડફેટે લીધી હતી. અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા લક્ષ્મીનારાયન વ્યાસ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનું અકસ્માતમાં ભોગ બનનાર અને અકસ્માત જાેનાર લોકોનો આક્ષેપ છે. ફરિયાદમાં પણ ભોગ બનનારના ભાઈએ પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાે કે સદનસીબે કિશોરીને સામાન્ય ઇજા પહોંચી હતી.
નશાની હાલતમાં બેફામ બનેલા કાર ચલાવનાર પોલીસકર્મી વિરૃદ્ધ કાર્યવાહી કરાઈ હતી. યુનિવર્સિટી પોલીસે પોલીસકર્મીની અટકાયત કરી હતી. કાર ચાલક પીએસઆઈ લક્ષ્મીનારાયણ વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધવામાં આવ્યો. છે. પીએસઆઈ સામે વિવિધ કલમો લગાડવામાં આવી છે.