કોર્ટ પરિસરમાં બેહોશ થયેલી યુવતીને ખભે ઊંચકીને PSI દોડ્યા અને જીવ બચાવ્યો
સુરત, સુરત કોર્ટમાં આજે માનવતાની મહેક જાેવા મળી હતી. કોર્ટ પરિસરમાં ત્રીજા માળે એક યુવતી બેભાન થઈ ગઈ હતી. જેથી તેણીને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી ત્યાં મુદત માટે ગયેલા સંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાણ થતાં જ તેઓ યુવતીને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ખભે નાંખીને દોડવા લાગ્યા હતા. એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી યુવતીની સારવાર શરૂ કરાવી હતી.
સુરત જિલ્લા ન્યાયાલયના ત્રીજા માળે કોર્ટમાં એક યુવતી બેભાન થઈ ગઈ હ તી. જેથી ત્યાં હાજર લોકોમાં ભારે ચકચાર મચી હતી. પરંતુ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા બી.એસ. પરમાર તાત્કાલિક યુવતીને પોતાના ખભે નાંખીને દોડવા લાગ્યા હતાં.
વાહનની રાહ જાેયા વગર કોર્ટ કેમ્પસની બહાર ઉભેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી દોડી ગયા હ તા. સાથે અન્ય લોકો પણ હતાં. પીએસઆઈએ એક શ્વાસે દોડ લગાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી સારવાર શરૂ કરાવી હતી.
સમગ્ર ઘટના અંગે રાંદેર પોલીસ મથકના પીએસાઈ બી.એસ.પરમારે કહ્યું કે, હું કોર્ટમાં હાજર હતો. યુવતી તેની માતા સાથે આવી હતી. હું તેને ઓળખતો પણ નથી. જાે કે, યુવતીને ચક્કર કે ખેંચ આવી હોય તે રીતે બેભાન જેવી થતાં જ મેજિસ્ટ્રેટ સાહેબે સારવાર માટે લઈ જવા કહ્યું હતું. મહિલા કોન્સ્ટેબલે તેનું શરીર ઠંડુ પડી રહ્યું હોવાનું કહેતા જ હું તેને લઈને નીકળ્યો હતો. એ સાથે જ ૧૦૮ને ફોન કરી દીધો હતો.
પરંતુ કોર્ટથી રોડ ૧૦૦ મીટરથી કદાચ વધુ દૂર છે. આવા ક્રિટીકલ સંજાેગોમાં વધુ સમય ન બગાડતા મેં તેને ખભે નાંખીને દોડવાનું શરૂ કર્યું હતું. બાદમાં એમ્બ્યુલન્સ આવી પહોંચતા યુવતીને તેમાં મૂકીને સારવાર શરૂ કરાવી હતી. સૌથી આનંદની વાત એ છે કે મારા આટલા પ્રયાસથી કોઈને તકલીફમાં રાહત થઈ હોવાથી બીજી કંઈ મોટી બાબત હોય શકે છે.