ઓસ્ટ્રેલિયામાં યોજાનારી Quad બેઠક અચાનક રદ કરાઈ

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે જાહેરાત કરી હતી કે આવતા અઠવાડિયે યોજાનારી ક્વાડ મીટિંગ હાલમાં મુલતવી રાખવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેનની મીટિંગમાં સામેલ ન થવાના કારણે ઓસ્ટ્રેલિયા દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.
બાઇડેન હાલમાં અમેરિકામાં દેવાને કારણે ઉદ્ભવતા આર્થિક સંકટના મુદ્દાને ઉકેલવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેણે આવતા અઠવાડિયે પોતાનો વિદેશ પ્રવાસ સ્થગિત કરી દીધો. અગાઉ, અલ્બેનીઝે કહ્યું હતું કે ક્વાડમાં સામેલ દેશો – ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા અમેરિકાની હાજરી વિના પણ બેઠક માટે આવી શકે છે.
તેમણે કહ્યું હતું કે બાઇડેને મુલાકાત રદ કર્યા બાદ તેમની સરકાર જાપાન અને ભારતના વડાપ્રધાન સાથે વાત કરી રહી છે. જાે કે, બાદમાં રાષ્ટ્રપતિ અલ્બેનીઝે માફી માંગી અને કહ્યું કે તેમણે ક્વાડ ભાગીદારોની આ મુલાકાતની તારીખો લંબાવવી પડશે. તેમણે કહ્યું કે ભારત અને જાપાનના વડા પ્રધાનો બેઠકને ફરીથી શેડ્યૂલ કરવા અને તેને વહેલી તકે યોજવા માટે સંમત થયા છે.
જાે કે, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદી સાથે તેમની દ્વિપક્ષીય બેઠક હજુ પણ થઈ શકે છે. આ અંગે ભારત તરફથી પણ ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવી શકે છે. વડાપ્રધાન મોદી જાપાનની અધ્યક્ષતામાં યોજાનાર ય્-૭ સમિટ માટે ૧૯ થી ૨૧ મે દરમિયાન જાપાનના હિરોશિમા જશે. તેઓ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાનની મુલાકાતે છે. સમિટ દરમિયાન વડાપ્રધાન જી-૭ સત્રોને સંબોધિત કરશે.
તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાડેન સાથે અન્ય કેટલાક નેતાઓ પણ સામેલ થશે. આ પછી પીએમ મોદીની પાપુઆ ન્યુ ગિની જવાની યોજના છે. અગાઉ આ પ્રવાસમાં પણ બાયડેન પીએમ મોદી સાથે રહે તેવી શક્યતાઓ હતી. પરંતુ હવે બાઇડેનની મુલાકાત રદ્દ થયા બાદ મોદી એકલા પપુઆ ન્યુ ગિનીની મુલાકાત લઈ શકે છે. કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત હશે.SS1MS