Western Times News

Gujarati News

અસલાલીમાંથી ચોરી થયેલો સિગરેટનો જથ્થો પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

અમદાવાદ, પોલીસે મનોજ ચુનારા અને છોટુભાઈ પવાર નામના બે સિગરેટ ચોરની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બંને ચોરો અગાઉ અમદાવાદના વટવા, નારોલ, સરખેજમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે, તો બીજી તરફ અસલાલીમાં પણ અનેક વખત ચોરીઓને અંજામ આપી ચૂક્યા છે.

અમદાવાદ ગ્રામ્યના અસલાલીમાં આવેલા અમન વેરહાઉસમાં આઇટીસી લિમિટેડના ગોડાઉનમાંથી ૧૨ કાર્ટુન સિગરેટની ચોરી થઈ હતી. અસલાલી પોલીસે ગણતરીની કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી છે. સિગરેટના બાર કાર્ટૂન શોધવા પોલીસે ૧૫૦થી પણ વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ગોડાઉનમાંથી ચોરી થયેલો સિગરેટનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે.

અમદાવાદના અસલાલી વિસ્તારમાં અવારનવાર નાની મોટી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને પોલીસ પણ સતર્ક બની છે. ત્યારે હાલમાં જ અસલાલીમાં આવેલા અમન વેરહાઉસમાં આઇટીસી લિમિટેડ નામના ગોડાઉન માંથી ૨૨ ડિસેમ્બરના રાત્રે ૩ વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્લેક રેડ ૧૦ સિગરેટના કુલ ૧૨ કાર્ટુન કે જેની કિંમત ૧૬ લાખથી પણ વધુ છે તેની ચોરી થઈ હતી.

આઇટીસી લિમિટેડના ગોડાઉનમાં અજાણ્યા ચોર લોકો પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ગોલ્ડ ફ્લેક રેડ ૧૦ સિગરેટના ૧૨ કાર્ટુન કે જેની કિંમત ૧,૨૦,૦૦૦ તેમજ સિગરેટ સ્ટીક મળી કુલ ૧૬,૮૭,૦૦૦ના મુદ્દા માલની ચોરી કરી હતી. જે ફરિયાદને આધારે પોલીસે ગોડાઉન તેમજ આસપાસમાં લાગેલા ૧૫૦થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.
જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચોરી કરેલા ૧૦ કાર્ટુન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો ટાટા ગાડી સાથે બે આરોપીની ધરપકડ કરી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.