ગીર સોમનાથના વરસાદથી કેટલાક ગામ બેટમાં ફેરવાયા

માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના: રાહત અને બચાવ કામગીરીને ધ્યાનમાં લઈને જરુરી પગલા લેવાયા
સોમનાથ, ગીર સોમનાથમાં બુધવારે વરસાદે તોફાની બેટિંગ કર્યા બાદ આજે પણ સવારથી અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ બંધાયા બાદ ભારે વરસાદ શરુ થઈ ગયો છે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.
આ સિવાય રાહત અને બચાવ કામગીરીને ધ્યાનમાં લઈને પણ જરુરી પગલા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. ભારે વરસાદના લીધે કેટલાક ગામો બેટમાં ફેરવાયા હતા. ગઈકાલની જેમ જ આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડા, વેરાવળ અને કોડિનારમાં ત્રણે તાલુકાઓમાં ભારે વરસાદ છે, જેના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
હવામાનમાં આવેલા પલ્ટાની અસર દરિયામાં પણ જાેવા મળી રહી છે. રિપોર્ટ્સ મુજબ ગીર સોમનાથમાં ભારે વરસાદની સ્થિતિને જાેતા સ્કૂલોમાં બાળકોને રજા આપવાનો ર્નિણય લેવાયો છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે.
ગઈકાલે અહીં કોડિનારમાં ૭.૫ ઈંચ, સુત્રાપાડામાં ૬.૫ ઈંચ અને વેરાવળમાં ૫.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે આ તાલુકાઓના કેટલાક ગામો પાણીમાં ગરકાવ થઈ જતા અન્ય ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ભારે વરસાદના લીધે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ એક્ટિવ છે,
જેમાં ગામના સરપંચ અને આગેવાનો સાથે બેઠક કરીને ભારે વરસાદ થાય તો સાવચેતીના કેવા પગલા ભરવા જાેઈએ તે અંગે પણ કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. આજે તથા આવતીકાલે પણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને દ્ગડ્ઢઇહ્લની ટીમને પણ અહીં ઉતારવામાં આવી છે.