રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશન દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા સહયોગ કર્યો
અમદાવાદ, એક હરિયાળી પહેલ કરતાં રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશ દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા માટે સહયોગ કર્યો છે. 28 સપ્ટેમ્બરે રજૂ કરાયેલી આ પહેલ બાર્કવિલે ફાઉન્ડેશનની દેખરેખ હેઠળ પ્રાણીઓ માટે સુરક્ષિત અને અનુકૂળ માહોલ પ્રદાન કરવાની રત્નાકર ગ્રૂપની કટીબદ્ધતાને દર્શાવે છે. આ પ્રયાસથી અપાયેલો સંદેશો સ્પષ્ટ છેઃ “પૃથ્વી દરેક માટે છે.”
બાર્કવિલે ફાઉન્ડેશનના સંસ્થાપકો સ્વાતિ વર્મા અને હેમાની મોડે રત્નાકર ગ્રૂપની પ્રશંસા કરી હતી તથા વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં સક્રિયરૂપે ભાગ લેનાર રત્નાકર ગ્રૂપના સમર્પિત કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિશિષ્ટ પહેલ અંતર્ગત લીમડાથી લઇને ડ્રમસ્ટિક, બિલીપત્ર, માડુડો, ચંપા અને જાસુદ જેવી વિવિધ પ્રજાતિના એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું હતું.
તેના માટે સમર્પિત વિસ્તારની કાળજીપૂર્વક તૈયારી કરાઇ હતી, જેમાં વાવેતર માટે ખેડાણ અને ખાડા તૈયાર કરવા તથા રક્ષણાત્મક વાડ લગાવવી વગેરે સામેલ હતું. આ ઉપરાંત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ટપક સિંચાઇ પદ્ધતિ પણ ગોઠવવામાં આવી હતી, જેથી નવા રોપાયેલા વૃક્ષોના વિકાસને વેગ આપી શકાય.
રત્નાકર ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર નિશાંત શાહે કહ્યું હતું કે, “આપણી પૃથ્વી અને તેના રહેવાસીઓની કાળજી રાખવી એ માત્ર જવાબદારી જ નહીં, પરંતુ આપણો વિશેષાધિકાર છે. બાર્કવિલે ફાઉન્ડેશન સાથે ભાગીદારી દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે અમે ગ્રીન ઓએસિસનું સંવર્ધન કરી રહ્યાં છીએ. આ અભ્યારણ્ય અદભાવ અને સહ-અસ્તિત્વની ભાવનાનું પ્રતિક છે. અમે સાથે મળીને કરૂણા અને ટકાઉપણાના બીજનું વાવેતર કર્યું છે, જેથી વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે “પૃથ્વી દરેક માટે છે”ની ભાવના સુનિશ્ચિત કરી શકાય.”
બાર્કવિલે ફાઉન્ડેશન ગાંધીનગરના ડભોડા ગામમાં 17,000 ચોરસફૂટની વિશાળ જગ્યામાં પ્રાણીઓને વનની બીજી તક પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. બાર્કવિલે ફાઉન્ડેશન નાના, દુર્વ્યવહાર કરાયેલા, ઉપેક્ષિત અથવા ત્યજી દેવાયેલા પ્રાણીઓ માટે સુરક્ષિત અને કાળજીપૂર્વકનું આશ્રયસ્થાન પ્રદાન કરવાની કટીબદ્ધતા ધરાવે છે.
બાર્કવિલેનું વિઝન બચાવ કામગીરી, તપાસ, સ્પે/ન્યુટર પ્રોગ્રામ્સ અને શૈક્ષણિક પહેલો દ્વારા પાલતુ પ્રાણીઓ સાથેના દુર્વ્યવહાર તથા તેમના વસ્તીના ચક્રને સમાપ્ત કરવાનું છે. તે દત્તક કાર્યક્રમોના માધ્યમથી લોકો અને પ્રાણીઓ વચ્ચે સ્થાયી સંબંધોને પ્રોત્સાહન આપે છે.
શરૂઆતમાં બાર્કવિલેનો ઉદ્દેશ્ય બેઘર (રખડતા) શ્વાન અને બીજા જરૂરિયાતમંદ પ્રાણીઓને બચાવવા અને તેમનું પુનર્વસન હતો. જોકે, કોવિડ બાદની પરિસ્થિતિની નવા પડકારો સર્જાયા, જે મુખ્યત્વે ત્યજી દેવાયેલા પાલતુ પ્રાણીઓ સંબંધિત વધુ હતાં.
હાલમાં બાર્કવિલે 85 ત્યજી દેવાયેલા પાલતુ શ્વાનને આશ્રય આપે છે, જેમાં લેબ્રાડોર્સ, જર્મન શેફર્ડ્સ, રોટવેઇલર્સ, સેન્ટ બર્નાર્ડ્સ, બીગલ્સ, પિટબુલ અને વિવિધ મિશ્ર જાતુઓ સામેલ છે. શ્વાન ઉપરાંત આ સુવિધામાં ગાય, ઘોડા, બિલાડીના બચ્ચા, સસલા અને અસંખ્ય પક્ષીઓ પણ રહે છે.
આ પ્રકારના વૈવિધ્યસભર પ્રાણીઓ માટે આશ્રયસ્થાનનું સંચાલન કરવામાં ઘણાં પડકારો છે, જેમાં ભંડોળ મૂળભૂત અવરોધ છે. સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓનો અમૂલ્ય સહયોગ તથા ભંડોળ ઊભુ કરવું, આશ્રયસ્થાનના રહેવાસીઓની કાળજી લેવી, શૈક્ષણિક પ્રયાસોમાં ભાગ લેવો તથા વ્યક્તિગત અને સોશિયલ મીડિયા કનેક્શન દ્વારા દત્તક લેવાને પ્રોત્સાહન આપવું વગેરે જેવી બાબતો આ પડકારોનો ઉકેલ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
રત્નાકર ગ્રૂપ ત્રણ દાયકાથી વધુ સમયથી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર છે, જે લોકોના સપનાને પૂર્ણ કરે છે અને વિશ્વાસને પ્રેરણા આપે છે. નવીનતા, વિશ્વસનીયતા, ઉત્કૃષ્ટ કારીગરી, સમયસર ડિલિવરી અને ઉચ્ચ સ્તરની વ્યવસાયિકતા સાથે રત્નાકર ગ્રૂપે નોંધપાત્ર 4.8 મિલિયન ચોરસફૂટ રેસિડેન્શિયલ અને કમર્શિયલ જગ્યાઓમાં હજારો ક્લાયન્ટ્સ અને બિઝનેસ પાર્ટનર્સનો વિશ્વાસ મેળવ્યો છે.
જ્યારે બાર્કવિલે પ્રાણીઓ માટે ખુલ્લી અને હરિયાળી જગ્યા વિકસાવવાની કલ્પના કરી હતી ત્યારે તેમને ખ્યાલ હતો કે પ્રાણીઓના જીવનમાં ખુશી અને આનંદ લાવવામાં રત્નાકર ગ્રૂપ એક વિશ્વસનીય ભાગીદારી બની શકે છે. આ સંયુક્ત પહેલનો ઉદ્દેશ્ય બાર્કવિલે કેમ્પસમાં નિર્ધારિત જગ્યામાં વાડની સુરક્ષા સાથે વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવાનો છે, જેથી પ્રાણીઓ માટે સુરક્ષિત માહોલની રચના કરી શકાય.