Western Times News

Gujarati News

નિયમોનું પાલન ન કરતા RBIએ ઓલાને ૧.૫ કરોડથી વધુનો દંડ ફટકાર્યો

મુંબઇ, ભારતીય રિઝર્વ બેંકે ઓલા ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડને ૧.૬૭ કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે, આ દંડ પ્રીપેડ પેમેન્ટ સિસ્ટમ અને નો યોર કસ્ટમર નિયમો સાથે સંબંધિત જાેગવાઈઓનું પાનલ ન કરવા માટે ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસ એપ આધારિત કેબ સર્વિસ આપતી ઓલાની સહયોગી કંપની છે. આ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ઉપરાંત પર્સનલ લોન પણ ઉપલબ્ધ કરાવે છે.

રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તપાસમાં સામે આવ્યું કે ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસ કેવાયસીને લઇને જાહેર કરેલા નિયમોનું પાલન કરી રહી નથી. કેન્દ્રીય બેંક અનુસાર, કંપનીને આ સંબંધમાં પહેલા એક નોટિસ પણ મોકલવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે સૂચનાઓનું પાલન ન કરવા બદલ તેને દંડ કેમ ન કરવો?

આરબીઆઇએ કહ્યું કે, કંપનીના જવાબ પર વિચાર કર્યા બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળતા જાેવા મળી છે અને ઓલાને દંડ ફટકારવો જરૂરી છે.

કેન્દ્રીય બેંક તરફથી જણાવવામાં આવ્યું કે, આ કાર્યવાહી નિયમનકારી પાલનમાં ખામીઓ માટે કરવામાં આવી છે. તેનો ઉદેશ્ય ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસને પોતાના ગ્રાહકો સાથે કોઈપણ ટ્રાન્ઝેક્શનની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવતો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.