Western Times News

Gujarati News

મણિપુરમાં હિંસા પાછળનું સાચું કારણ આ છે ? જૂઓ વિડીયો

રાહુલ ગાંધી મણિપુરના આ સ્થળે પહોંચે તે પહેલા 3 કલાક ફાયરિંગ ચાલ્યું હતું

મણિપુરના જિરીબામ જિલ્લામાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ લગભગ ૩ કલાક સુધી ફાયરિંગ કરવામાં આવ્યું હતું

મણિપુર,  કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આસામ અને મણિપુરના પ્રવાસે છે. સૌથી પહેલાં તે આસામના સિલચર પહોંચ્યા. અહીં મણિપુરના પૂર્વ સીએમ ઓકરામ ઇબોબી સિંહે એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. અહીંથી તેઓ મણિપુર જવા માટે રવાના થાય તે પહેલાં જિરીબામ જિલ્લામાં જોરદાર ગોળીબારી થઇ છે. The real reason behind violence in Manipur:

મળતી માહિતી અનુસાર લગભગ ૩ કલાક સુધી ફાયરિંગ થયું હતું. જિરીબામના ગુલારથલ વિસ્તારમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ સોમવારે મોડી રાત્રે ૩.૩૦ વાગે ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગમાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

ફાયરિંગ સવારે ૭ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. આ ઘટના બાદ આસપાસના રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે.
મણિપુરમાં લગભગ ૧ વર્ષથી નાની મોટી હિંસાઓ બનતી રહે છે. તાજેતરમાં ૬ જૂને હિંસાની ઘટના બની હતી.

રાહુલ ગાંધીએ લોકસભામાં પણ મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે પીએમ મોદી દરેક જગ્યાએ જાય છે પરંતુ મણિપુર ગયા નથી. ગત ૩ મેના રોજ જાતિય હિંસા બાદ મણિપુરમાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે અને હજારો બેઘર બન્યા છે.

મણિપુરમાં હિંસા ત્યારે ભડકી હતી જ્યારે મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (એસટી) માં સામેલ કરવાની માંગના વિરોધમાં રાજ્યના પહાડી જિલ્લામાં આદિવાસીએ માર્ચનું આયોજન કર્યું હતું. મણિપુરમાં જાતિય હિંસાને શાંત કરવા માટે અનેક પ્રયત્નો બાદ પણ હજુ મુદ્દો ગંભીર છે. અવાર-નવાર અહીં ગોળીબારીની ઘટનાઓ સામે આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.