ફોટોગ્રાફર્સ જે વાતો કરે છે તે ખરેખર ફની: અનુષ્કા
મુંબઈ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈન્ડસ્ટ્રીના પાવરફુલ અને બ્યૂટીફૂલ કપલમાંથી એક છે. તેમના લગ્નને પાંચ વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે અને આજ સુધીમાં ક્યારેય પણ પલ ગોલ્સ આપવામાં નિષ્ફળ રહ્યા નથી.
સોશિયલ મીડિયા પર સામે આવતી તેમની રોમેન્ટિક તસવીરો પર પણ ભલભલાનું દિલ આવી જાય છે. વિરાટ અને અનુષ્કા તેવી જાેડીમાંથી એક છે જેમની કેમેસ્ટ્રી તસવીરો અને વીડિયોમાં પણ દેખાઈ આવે છે.
તેઓ જ્યારે પણ કેમેરા સામે પોઝ આપે ત્યારે ખડખડાટ હસતાં હોય છે. હાલમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા દરમિયાન હોસ્ટ સાથે વાત કરતાં તેમણે આ પાછળનું કારણ જણાવ્યું હતું અને ફોટોગ્રાફર્સ તેમના માટે કેવી કોમેન્ટ કરતાં રહે છે જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા યોજાયેલા એક સ્પોર્ટ્સ એવોર્ડ ફંક્શનમાં વિરાટ અને અનુષ્કાએ તેઓ તસવીરોમાં હંમેશા કેમ હસતા જાેવા મળે છે તેનું કારણ જણાવ્યું હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે ‘અમારી તસવીરો ક્લિક કરતી વખતે ફોટોગ્રાફર્સ જે વાતો કરે છે તે ખરેખર ફની છે.
તેથી, જાે કોઈ અમારી તસવીરો જાેશે તો તેમને નવાઈ લાગે છે કે, અમે કેમ આટલું હસી રહ્યા છીએ? તેમને થશે કે એટલું પણ શું ફની હતું? આ પાછળનું કારણ ફોટોગ્રાફર્સની વાતો છે. તેઓ કોમેન્ટ કરતાં રહે છે કે, નાઈસ લૂક, લૂકિંગ ગૂડ, લૂકિંગ ગુડ. તે ફની હોય છે.
કોહલીએ જ્યારે તેઓ સ્થળ પર આવી રહ્યા હતા તે સમયનો કિસ્સો જણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તેણે પોતાનું હાસ્ય રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો કારણ કે કેટલાક ફોટોગ્રાફર્સે તેમની જાેડી પર કોમેન્ટ કરી હતી. ‘આજે જ્યારે અમે અહીં આવી રહ્યા હતા ત્યારે હું લગભગ હસી જ પડવાનો હતો. હું મારું હાસ્ય રોકી શકતો નહોતો. અનુષ્કાએ પણ મને પૂછ્યું હતું કે, હું હસવાનું રોકી રહ્યો છું.
મેં હા પાડી હતી કારણ કે ફોટોગ્રાફર્સ કહી રહ્યા હતા કે, ‘અરે શું મસ્ત જાેડી છે’, સામાન્ય સ્થિતિમાં તમે આવું કોઈની પાસેથી સાંભળતા નથી’, તેમ તેણે કહ્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા ચાર વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કરવાની છે.
તે પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર જુલણ ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’માં જાેવા મળશે. છેલ્લે તે ૨૦૧૮માં આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં દેખાઈ હતી, જેમાં તેની સાથે શાહરુખ ખાન અને કેટરીના કૈફ પણ હતા.
બીજી તરફ, વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩માં વ્યસ્ત છે. તે ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. T૨૦ લીગ ખતમ થઈ ગયા બાદ તે વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીમાં લાગી જશે, જે ભારતમાં યોજાવાનો છે.SS1MS