Western Times News

Gujarati News

રિબેલ સ્ટારે ધ રાજા સાબ મુવીનો ફર્સ્ટ લુક શેર કર્યો

મુંબઈ, સાઉથના સુપર સ્ટાર પ્રભાસની સાલાર પાર્ટ ૧ સીઝફાયર હાલમાં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી એક છે. આ મુવીએ ધમાકેદાર કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે. સાલારની કહાની અને સ્ટાર કાસ્ટ રિલીઝ પછી પણ સતત ચર્ચામાં છે. સાલાર મુવીએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે.

આ ફિલ્મ હિટ થયા પછી પ્રભાસની કિસ્મત ફરી એક વાર ચમકી ગઇ છે. જો કે ગયા વર્ષે પ્રભાસની આદિપુરુષની ફિલ્મ ફ્લોપ રહી હતી. હવે પ્રભાસે સાલારથી દમદારથી પાછી વાપસી કરી છે.

આ વચ્ચે પ્રભાસની અપકમિંગ ફિલ્મને ધમાકેદાર અપડેટ સામે આવી છે. સાલાર પાર્ટ ૧ સીઝફાયરની સફળતા પછી સાલાર સ્ટારે એમની અપકમિંગ ફિલ્મ ધ રાજા સાબનું એનાઉસમેન્ટ કંઇક હટકે રીતે કર્યુ છે. ફિલ્મ ધ રાજા સાબ પીપલ મિડીયા ફેક્ટ્રી બેનર હેઠળ નિર્દેશક મારુતિની એક ધમાકેદાર રોમેન્ટિક હોરર ફિલ્મ છે.

આ ફિલ્મ તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસે એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોસ્ટરની સાથે ધ રાજા સાબની અપડેટ શેર કરી છે. ધ રાજા સાબમાં પ્રભાસ લુંગી લહેરાવતો જોવા મળી રહ્યો છે. પ્રભાસનો આ લુક ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

લોકોને પ્રભાસનો આ અંદાજ ખૂબ પસંદ પડી રહ્યો છે. એક્ટરે ફિલ્મ ‘ધ રાજા સાબ’નું પોસ્ટર શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે આ તહેવારની સિઝનમાં ‘ધ રાજા સાબ’ની પહેલી ઝલક દેખાડીશું. તમને જણાવી દઇએ કે લોકપ્રિય ડાયરેક્ટ મારુતિ પ્રભાસની આ ફિલ્મને ડાયરેક્ટ કરશે.

ફિલ્મનું સંગીત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર થમન એસ દ્રારા તૈયાર કરવામાં આવ્યુ છે. આમ, વાત કરવામાં આવે તો પ્રભાસના આ બિગ એનાઉસમેન્ટથી લોકો ખુશ-ખુશ થઇ ગયા છે. પ્રભાસની આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ધમાકેદાર કમાણી કરશે એવું લાગી રહ્યુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.