આ ઠગે અબજાે રૂપિયામાં ફેક એરપોર્ટ બેંકને વેચી નાખ્યું

દુનિયાના બેંકીંગ ઈતિહાસમાં સૌથી મોટા સ્કેમનો રેકોર્ડ આ વ્યક્તિના નામે
નવી દિલ્હી, દુનિયાની બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટા સ્કેમનો રેકોર્ડ. નાઈજીરિયાના ઈમૈનુએલ નુડેના Emmanuel Nwude નામે નોંધાયેલ છે તેની આગળ ઈરાકી સેન્ટ્રલ બેંકને લુટનારા ક્યૂસે હુસેન અને બેરિંગ્સ બેંક લુટનારા નિક લીસન તેની આગળ છે.
અબગાનાના ઓવેલે નામથી પ્રસિદ્ધ ઈમૈનુઅલ ન્યૂડ ઓડિનિગ્વેએ બ્રાઝિલના સાઓ પાઉલોમાં આવેલી બેંક નોરોએસ્ટેના ડિરેક્ટર નેલ્સન સાકાગુચીને ખુદને નાઈજીરિયાની સેન્ટ્રલ બેંકના અધ્યક્ષ બતાવીને ૨૪૨ મિલિયન ડોલરનો ચૂનો લગાવી દીધો.
ઈમૈનુઅલે પોતાના આ સ્કૈમને અંજામ આપવા માટે મેન પાવરનો પણ ઉપયોગ કર્યો. તેણે એક કપલ કિશ્ચિયન ઈકેચુકુ અનાઝેમ્બા અને અમાકા અનાઝેમ્બા સાથે સાથે ઈમૈનુઅલ ઓફોલૂ, નઝેરિબે ઓકોલી અને ઓબમ ઓસાકવેને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આ બધાએ મળીને ઈન્ટરનેશનલ બેંકને ચૂનો લગાવ્યો.
પોતાની જાતને નાઈજીરિયાના સેન્ટ્રલ બેંકના અધ્યક્ષ ગણાવતા ઈમેનુઅલના બ્રાજીલના ડિરેક્ટર નેલ્સન સાકાગુચીને પોતાના દેશમાં એરપોર્ટ બનાવવામાં મદદ કરવાની અવેજમાં ૧૦ ટકા કમીશન આપવાનું વચન આપ્યું અને રોકાણ માટે રાજી કરી લીધા. ઈમૈનુએલ અને નેલ્સન સાકાગુચી વચ્ચે કુલ કરાર ૨૪૨ મિલિયન ડોલર (૨૦ અબજ રૂપિયા)નો થયો હતો.
તેમાંથી ૧૯૧ મિલિયન ડોલર રોકડા અને બાકીની રકમ ૧૯૯૫થી ૧૯૯૮ની વચ્ચે વ્યાજ સહિત આપવાની હતી.