હાટકેશ્વર બ્રિજની આવશ્યક ક્ષમતા ૨૦ ટકા જ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું
અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર ઓવરબ્રિજની વાત કરીએ તો આ મુદ્દો ઘણો ચર્ચિત રહ્યો છે. તેને છેલ્લા ૬ મહિનાથી બંધ રાખવામાં આવ્યો છે. ૫૬૩ મીટરનો છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ કે જે હાટકેશ્વરમાં છે તે ૨૦૧૭ ચૂંટણી પહેલા ખુલ્લો મુકાયો હતો. જાેકે આના અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. એક રિપોર્ટ પ્રમાણે આ બ્રિજની ક્ષમતા ૨૦ ટકા સુધીની જ હોવાનું સામે આવ્યું છે.
જાે આ દરમિયાન મુસાફરીમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો અનિચ્છનીય પરિણામો પણ સામે આવી શક્યા હોત. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આના પરથી હજારો વાહનો, પ્રાઈવેટ અને હેવી તથા લાઈટ વાહનો પસાર થતા હતા. જાેકે હવે આના સમારકામને લઈને બ્રિજ છેલ્લા ૬ મહિનાથી બંધ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અત્યારે આ બ્રિજની ચકાસણી કરવા માટે ૨ પ્રાઈવેટ લેબને કામગીરી સોંપવામાં આવી છે. આ સેમ્પલની તપાસ કરતા જાણવા મળ્યું કે આની સ્ટ્રેન્થ ઘણી ઓછી છે. જેના પરિણામે સિમેન્ટમાં તિરાડો પડી શકે અથવા ગાબડા પણ થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી ૨ દિવસ સુધી IITના રિપોર્ટની રાહ જાેશે.
ત્યારપછી નક્કી થશે કે શું આ ફ્લાયઓવર બ્રિજનું સમારકામ કરવું જાેઈએ કે તેને ધરાશાયી કરી દેવો જાેઈએ. આ બ્રિજનું જ્યારે ઉદ્ઘાટન થયું તેના ગણતરીના મહિનાઓમાં જ સ્થાનિક લોકોએ આના મુદ્દે ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું હતું.
અહીં ગાબડા અને તિરાડો પડવાનું શરૂ થઈ ગયું હોવાનું પણ સામે આવ્યું હતું. દરેક ચોમાસામાં આ ફ્લાયઓવરમાં કઈને કઈ ખામી સર્જાતી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉદ્ઘાટનના ચાર વર્ષ પછી પણ આ સમસ્યાઓ ચાલુ રહી હતી. છસ્ઝ્ર ઓફિશિયલે મીડિયાને જણાવ્યું કે ૧૯ જુલાઈ ૨૦૨૨ના દિવસે ફ્લાયઓવરના મધ્યભાગમાં એક મોટુ ગાબડુ પડી ગયું હતું.
જેની બીજી બાજુ તો ટૂવ્હીલર ટ્રાફિક ચાલુ જ હતો. હવે આવી જાેખમી સ્થિતિને જાેતા આ ફ્લાયઓવરને બંધ કરવાની ફરજ પડી હતી. ગત વર્ષે નવેમ્બરની વાત કરીએ તો બ્રિજના પોટ-બેરિંગ્સ પણ દૂર થઈ ગયા હતા. નાન ન આપવાની શરતે ભાજપના એક કાર્યકર્તાએ કહ્યું છે કે અમે AMCને સ્પષ્ટપણે આ બ્રિજને લઈને સતર્ક થવા ટકોર કરી છે.
તથા આ ફ્લાયઓવરનો એક રિપોર્ટ બનાવી તેના આધારે આને પાડવો જાેઈએ કે નહીં એ ર્નિણય લેવા જણાવ્યું છે. વળી જાે આ પુલના નિર્માણમાં કોઈ પણ પ્રકારની ગેરરિતી થઈ હશે તો આ પ્રમાણેનું આચરણ કરનારને બક્ષવામાં નહીં આવે. એ પણ જણાવવામાં આવ્યું હતું.SS1MS