HSBC બેન્ક પર રિઝર્વ બેંકે ૧.૭૩ કરોડનો ભારે દંડ ફટકાર્યો

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક ઘણી વખત નિયમોની અવગણના કરવા બદલ બેંકો પર પગલાં લે છે. હાલમાં HSBC બેન્ક પર રિઝર્વ બેંકે ૧.૭૩ કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની રૂલ્સ ૨૦૦૬નું ઉલ્લંઘન કરવા પર બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે.
આરબીઆઈએ આ અંગે માહિતી આપી છે. કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેંકિંગ કોર્પોરેશન લિમિટેડ બેંકે ચાર ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને ઝીરો બેલેન્સ ક્રેડિટ કાર્ડ વિશે ખોટી માહિતી આપી હતી. રિઝર્વ બેન્કે એમ પણ કહ્યું હતું કે રિસ્ક મેનેજમેન્ટ રિપોર્ટની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બેન્કે તેના એક્સપાયર થયેલા ક્રેડિટ કાર્ડ વિશે પણ ખોટી માહિતી રજૂ કરી હતી.
આવી સ્થિતિમાં બેંક પર કાર્યવાહી કરતી વખતે રિઝર્વ બેંકે ૧.૭૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CIC અનુસાર, HSBC બેંકની નાણાકીય સ્થિતિ ચકાસવા માટે ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી રિઝર્વ બેંકની સર્વેલન્સ તપાસ માટે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ તપાસમાં જાણવા મળ્યું કે બેંક ક્રેડિટ કાર્ડ સંબંધિત આરબીઆઈના ઘણા નિયમોનું પાલન કરી રહી નથી. કેન્દ્રીય બેંક દ્વારા HSBC બેંકને કારણ બતાવો નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં બેંકને કહેવામાં આવ્યું છે કે ઝ્રૈંઝ્રના નિયમોની અવગણના કરીને તેણે સાચી માહિતી આપી નથી. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક HSBC પર દંડ લગાવી રહી છે.
બેંક દ્વારા મૌખિક અને લેખિત જવાબ અને વ્યક્તિગત સુનાવણી પછી આરબીઆઈએ નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને બેંક પર સંપૂર્ણ રીતે ૧.૭૩ કરોડ રૂપિયાનો દંડ લાદવાનો ર્નિણય કર્યો છે. આ સાથે આરબીઆઈએ કહ્યું કે નિયમોનું પાલન ન કરવાને કારણે બેંક પર આ દંડ લગાવવામાં આવ્યો છે અને બેંકના ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારના વ્યવહારમાં દખલ કરવાનો કેન્દ્રીય બેંકનો કોઈ ઈરાદો નથી.
આ સાથે રિઝર્વ બેંકે ૮ મેના રોજ માહિતી આપી હતી કે તેણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે સહકારી બેંકો ત્રિચુર અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ અને ભિલાઈ નાગરિક સહકારી બેંક પર દંડ પણ લગાવ્યો છે.
ત્રિચુર અર્બન કોઓપરેટિવ બેંક પર ૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભિલાઈ નાગરિક સહકારી બેંક પર ૧.૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગોલ્ડ લોનના નિયમોની અવગણના કરવાને કારણે ત્રિચુર અર્બન કોઓપરેટિવ બેંક પર આ કાર્યવાહી લાદવામાં આવી છે.
બીજી તરફ, ભિલાઈ નાગરિક સહકારી બેંક પર અનક્લેમ્ડ ડિપોઝિટને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમમાં સમયસર નાણાં જમા ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.SS1MS