Western Times News

Gujarati News

યુએસ સિક્રેટ સર્વિસના ચીફનું રાજીનામું

નવી દિલ્હી,  યુએસ સિક્રેટ સર્વિસના ડિરેક્ટર કિમ્બર્લી ચેટલેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રમ્પ પર ઘાતક હુમલામાં સુરક્ષામાં ચૂકની જવાબદારી લીધા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યાે હતો. રિપબ્લિકન પાર્ટી તરફથી તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.

ટ્રમ્પના સમર્થકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.સિક્રેટ સર્વિસ ચીફના રાજીનામા પર રિપબ્લિકન હાઉસના સ્પીકર માઈક જોન્સને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે , “મને ખુશી છે કે તેણીએ યોગ્ય કામ કર્યું.” તેમણે કહ્યું, “તેઓએ તેમાં ખૂબ જ વિલંબ કર્યાે. તેઓએ ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા તે કરવું જોઈતું હતું.

મને એ જોઈને આનંદ થયો કે તેઓએ રિપબ્લિકન અને ડેમોક્રેટ બંનેની અપીલ પર ધ્યાન આપ્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે “આપણે સિક્રેટ સર્વિસમાં અમેરિકાના લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માંગીએ છીએ.

એક એજન્સી તરીકે તેની પાસે રાષ્ટ્રપતિઓ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને કાર્યકારી શાખાના અન્ય અધિકારીઓને સુરક્ષિત રાખવાની અતિ મહત્વની જવાબદારી છે.”વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસ પાસે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૧૩ જુલાઈના રોજ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલી યોજી રહ્યા હતા, ત્યારે એક હુમલાખોરે એડવાન્સ્ડ રાઈફલથી તેમના પર ગોળીબાર કર્યાે હતો.

આ હુમલામાં ટ્રમ્પનો બચાવ થયો હતો અને એક ગોળી તેમના કાનના ઉપરના ભાગને અડીને પસાર થઈ હતી. આ રેલીમાં પોતાના પરિવારની રક્ષા કરી રહેલા એક વ્યક્તિને ગોળી વાગી અને તેનું મોત થયું હતું.

ટ્રમ્પ પરના આ હુમલા બાદ યુએસ સિક્રેટ સર્વિસ નિશાના પર આવી ગઈ છે. સિક્રેટ સર્વિસને ઘટના દરમિયાન તેની સુરક્ષા નિષ્ફળતાઓ માટે રિપબ્લિકન અને ડેમોક્રેટ્‌સ બંને તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

સિક્રેટ સર્વિસ ચીફ ચીટલ હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ હાજર થયા, જ્યાં તેણીએ સુરક્ષા યોજના અને કાયદાના અમલની પ્રતિક્રિયા અંગે હતાશ સાંસદોના સવાલોના જવાબ આપવાનો ઇનકાર કર્યાે હતો. ઘણા સાંસદોએ તેમના રાજીનામાની માંગ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.