Western Times News

Gujarati News

કોણ છે રિટાયર્ડ કર્નલ નેક્ટર, જેને મળી મણિપુરમાં શાંતિની જવાબદારી?

આર્મીના નિવૃત કર્નલ નેક્ટર સંજેનબમનને મણિપુર પોલીસમાં સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

(એજન્સી)ઈમ્ફાલ, ઇશાનના રાજ્ય મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી જેણે કેન્દ્ર સરકારના નાકમાં દમ કરી દીધો છે. કેન્દ્ર સરકાર હવે કોઈ પણ ભોગે મણિપુરમાં કુકી અને મેઈતી સમુદાય વચ્ચેની હિંસા અટકાવવા માંગે છે

અને આ માટે આર્મીના એક રિટાયર્ડ ઓફિસરને જવાબદારી સોંપી છે. આ એ જ ઓફિસર છે જેણે તાજેતરમાં મ્યાનમાર (બર્મા)માં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતા.

આર્મીના નિવૃત કર્નલ નેક્ટર સંજેનબમને મણિપુર પોલીસમાં સિનિયર સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં મ્યાનમારમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં તેમની મુખ્ય ભૂમિકા હતી.

મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી સળગ્યું છે જેમાં સેંકડો લોકોની હત્યા કરવામાં આવી છે, મહિલાઓ પર રેપ કરવામાં આવ્યા છે, સેંકડો મકાનોને આગ ચાંપવામાં આવી છે અને પોલીસના હથિયારોની પણ ચોરી કરવામાં આવી છે. નિવૃત કર્નલ નેક્ટર સંજેનબમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. નિવૃત કર્નલ નેક્ટર સંજેનબમ ૨૧ પેરા સ્પેશિયલ ફોર્સિસમાં સર્વિસ કરી ચુક્યા છે.

તેમને કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર જેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ૨૮ ઓગસ્ટે મણિપુરના જાેઈન્ટ સેક્રેટરીએ આદેશ આપ્યો કે ૧૨ જૂનની કેબિનેટ બેઠકમાં આ વિશે ર્નિણય લેવાયો હતો.

મણિપુરની હિંસામાં ત્રણ મહિનામાં ૧૮૦ની આસપાસ લોકોના મોત નિપજ્યા છે અને હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ જવું પડ્યું છે. મણિપુરમાં અત્યારે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે જેમાં પાંચ દિવસની અંદર એક ડઝન લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત ૩૦ લોકોને ઈજા થઈ છે.

મણિપુર હાઈકોર્ટે મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જાે આપ્યો ત્યાર પછી આ હિંસા શરૂ થઈ હતી. ત્રીજી મેએ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ યુનિયને વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. ત્યાર પછી કુકી સમુદાય અને મૈતેઈ વચ્ચે હિંસાની શરૂઆત થઈ હતી. હવે નેક્ટર સંજેનબમનને મણિપુર પોલીસ ડિપાર્ટમેન્ટમાં પાંચ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે જેઓ વાસ્તમાં આર્મીના રિટાયર્ડ કર્નલ છે. આ રાજ્યમાં હિંસા અટકતી ન હોવાના કારણે ઘણા ગામો ખાલી કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.