વીઆઈપી સુરક્ષાની જવાબદારી NSG કમાન્ડોને બદલે CRPFને સોંપાઈ
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કમાન્ડોના દળ એનએસજીને વીઆઈપી સુરક્ષા ફરજમાંથી સંપૂર્ણપણે હટાવવાનો આદેશ કર્યાે છે, અને આગામી એક મહિનામાં તેના નવ ‘ઉચ્ચ જોખમવાળા’ વીઆઈપીની સુરક્ષાની જવાબદાર સીઆરપીએફને સોંપવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય(એમએચએ)એ તાજેતરમાં સંસદ સુરક્ષા ડ્યુટીમાંથી હટાવેલા વિશેષ રીતે તાલીમી કર્મીઓની એક નવી બટાલિયનને સીઆરપીએફ વીઆઈપી સુરક્ષા વિંગ સાથે જોડવાની મંજૂરી આપી છે.
નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ના ‘બ્લેક કેટ’ કમાન્ડો નવ વીઆઈપીને ‘ઝેડ પ્લસ’ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરે છે, જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બીએસપી ચીફ માયાવતી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ સામેલ છે.
આ ઉપરાંત, ભાજપ નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમનસિંહ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નવી આઝાદ, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ સામેલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ બંને દળો(એનએસજી અને સીઆરપીએફ)ની વચ્ચે ડ્યુટીનું હસ્તાંતરણ એક મહિનાની અંદર સંપન્ન થવાની આશા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જેમની પાસે છ વીઆઈપી સુરક્ષા બટાલિયન છે, આ ઉદ્દેશ્ય માટે સાતમી બટાલિયન સામેલ કરાશે. નવી બટાલિયન એ જ છે, જે કેટલાક મહિના પહેલા સુધી સંસદની સુરક્ષા કરતી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગત વર્ષે સુરક્ષા ભંગ પછી સંસદની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ પાસેથી લઈને સીઆઈએસએફને સોંપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારનું માનવું છે કે એનએસજીને આતંકવાદ વિરોધી અને અપહરણ વિરોધી અભિયાનોના ખાસ કાર્યાેને સંભાળવાના પોતાના મૂળ ચાર્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ઉચ્ચ જોખમવાળા વીઆઈપીની સુરક્ષા કરવાના કાર્ય તેની સીમિત અને વિશેષજ્ઞ ક્ષમતાઓ પર ભાર સાબિત થઈ રહ્યો હતો. સૂત્રોના કહેવા મુજબ વીઆઈપી કર્તવ્યોમાંથી એનએસજીને હટાવ્યાના પછી લગભગ ૪૫૦ બ્લેક કેટ કમાન્ડોને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.SS1MS