Western Times News

Gujarati News

૩૧ મે, ૨૦૨૩ના રોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે

બોર્ડની વેબસાઇટ www.gseb.org  તથા વ્હોટ્સએપ નંબર 6357300971  પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી પરિણામ મેળવી શકાશે

રાજ્યમાં માર્ચ-૨૦૨૩માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org  પર તા.૩૧/૦૫/૨૦૨૩ના રોજ સવારના ૦૮-૦૦ કલાકે જાહેર કરવામાં આવશે એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.  The result of class-12 general stream will be declared on May 31, 2023

યાદીમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે

તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જે અંગે શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા પણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.