ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા: Whatsapp કરી જાણી શકાશે
ગાંધીનગર, વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવશે. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જાેવાતી હતી તે ધોરણ ૧૨નું પરિણામ હવે આવતીકાલે મંગળવારે જાહેર થયું હતું.
માર્ચ-૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયેલ હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 72,166 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની પ્રતિક્રિયા આપી હતી. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવેલ છે. સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવીએ છીએ. સફળ ન થઈ શકેલ પરીક્ષાર્થીઓ વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ અત્યાર સુધીના એજ્યુકેશનલ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કેપરિણામ જાણી શકાશે. નંબર દ્વારા આપ કેન્દ્ર ઉપર ગયા વગર જ ઘરે બેઠા પરિણામ જાણી શકશો. The result of class-12 science stream will be announced on Tuesday
માર્ચ ૨૦૨૩મા લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનુ પરિણામ હવે આવતીકાલે મંગળવારે સવારે ૯ કલાકે જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. આ સાથે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ ઉપર વિદ્યાર્થી પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
પરિણામોનો આ પ્રયોગ જાે સફળ રહેશે તો અન્ય જે પરીક્ષાઓ છે, જેના આગામી સમયમાં પરિણામો આવનારા બાકી છે. એટલે કે જેઓ પરિણામ લેવા જવા માટે કેન્દ્ર પર જવા માટે સક્ષમ નથી અથવા તો ભીડભાડ વગર શાંતિથી પરિણામ લેવા કેન્દ્રપર જવા માંગે છે તેઓ પ્રાથમિક પરિણામ તો તાત્કાલિક જાણી શકશે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામને લઈને ર્નિભરિત કરવામાં આવેલા કાર્યક્રમો અનુસાર બે મહિનાના પ્રથમ સપ્તાહે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે સમગ્ર રાજ્યમાં ૫૬ કેન્દ્ર પર ૧૦ હજારથી વધુ શિક્ષકો ઉતરવહીની મૂલ્યાંકનની કામગીરી કરવામા આવી હતી.
ગત વર્ષ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૦૦૦ શિક્ષકો આ કામગીરીમા જાેડાયા હતા. જયારે રાજ્યભરમાં ૬૨૬ સ્કૂલમાં ૧.૩૦ લાખ વિદ્યાર્થી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) આપી હતી.
ડિગ્રી ઇજનેરી, ફાર્મસી, મેડિકલમાં પ્રવેશ માટે ગુજકેટમાં વિદ્યાર્થીને મળેલા ગુણને આધારે મેરિટ ક્રમ નક્કી કરવામાં આવે છે.