આ બે રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 જૂને આવશે
નવી દિલ્હી, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો ૪ જૂનને બદલે ૨ જૂને આવશે. આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ ૨ જૂને પૂરો થઈ રહ્યો છે. જે સ્થિતિને લઈ તમામ સંજોગો વચ્ચે ૨ જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતગણતરી માટે ૪ જૂનની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે ૨ જૂને મતગણતરી થશે.
અરુણાચલ પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે ૧૯ એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ૨૦ માર્ચે વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારબાદ નામાંકન પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૭ માર્ચ છે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૮ માર્ચે કરવામાં આવશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે. લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીની મતગણતરી ૪ જૂને થવાની હતી.
અરુણાચલ પ્રદેશમાં બે લોકસભા અને ૬૦ બેઠકો વિધાનસભાની છે. રાજ્યની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૨ જૂને પૂરો થઈ રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે રાજ્યની બંને લોકસભા બેઠકો જીતી હતી. વિધાનસભામાં ભાજપે ૪૧ બેઠકો જીતી હતી, જ્યારે જનતા દળ (યુનાઈટેડ)એ સાત, એનપીપીને પાંચ અને કોંગ્રેસને ચાર બેઠકો મળી હતી, જ્યારે પીપીએ એક બેઠક જીતી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા.
સિક્કિમમાં ૧૯ એપ્રિલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. હિમાલયના આ રાજ્યમાં માત્ર એક લોકસભા બેઠક અને ૩૨ વિધાનસભા બેઠકો છે. ઈઝ્ર અનુસાર ૨૦ માર્ચે ચૂંટણીની સૂચના જારી કરવામાં આવશે. ત્યારબાદ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૭ માર્ચ છે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૮ માર્ચે થશે. પંચે કહ્યું કે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે. ચૂંટણીમાં સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (જીદ્ભસ્)નો સામનો સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (જીડ્ઢહ્લ) સાથે થશે.