નદીની સપાટી ઘટી, ભરૂચમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે
ભરૂચ, નર્મદા કાંઠાના લોકો માટે મંગળવારની સવાર રાહતના સમાચાર લઈને આવી છે. ઉપરવાસથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ગોલ્ડનબ્રિજે સવારે ૭ વાગે જળસ્તર નીચે ઉતરી ૨૭.૯૭ ફૂટે આવી પહોંચ્યું છે.
નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૩ મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતું હવે ઘટાડી દેવાયું છે. હાલ ડેમમાંથી ૧ લાખ ૫૮ હજાર ૩૫૨ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લાં ૨૫ કલાકમાં નદીમાં પુરના પાણી ૧૩ ફૂટ ઘટયા છે. પરંતું હજી ભરૂચમાં નર્મદા નદી ડેન્જર લેવલથી ૩.૯૭ ફૂટ ઉપર વહી રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
જળ સપાટીમાં સામાન્ય ઘટાડો. પાણીની સપાટી – ૧૩૮.૬૩ મિટર, પાણી ની આવક પણ ઘટી, પાણીની આવક – ૪૧૧૬૮૨, હાલ ૨૩ ને બદલે ૧૨ દરવાજા ખોલી જાવક પણ ઘટાડી, પાણીની જાવક – ૧૫૮૩૫૨ ક્યુસેક, કિનારા વિસ્તારને પર થી રાહ.
બીજી તરફ, રાજ્યના ૨૮ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સારા વરસાદથી મધ્ય ગુજરાતના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સરદાર સરોવર ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો છે. ડેમ ભરાઈ જતાં ખેડૂતો અને લોકોની સમસ્યા દૂર થઈ છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેરથી નદી-નાળા છલકાઈ ગયા છે.
ઉકાઈ ડેમમાં ૯૬.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો. દમણગંગા ડેમમાં ૯૧.૮૪ ટકા પાણી ભરાયું. વાત્રક ડેમમાં ૫૭.૯૯ ટકા પાણીનો સંગ્રહ થયો. ગુહાઈ ડેમમાં ૫૦.૯૯ ટકા પાણી ભરાયું. માઝૂમ ડેમમાં ૩૫.૩૭ ટકા પાણીનો જથ્થો. હાથમતી ડેમમાં ૪૬.૪૮ ટકા પાણીનો સંગ્રહ થયો. જવાનપુરા ડેમમાં ૭૮.૬૧ ટકા પાણી ભરાયું. હરણાવ-૨ ડેમમાં ૭૮.૦૨ ટકા પાણીનો જથ્થો. મેશ્વો ડેમમાં ૪૮.૮૫ ટકા પાણીનો સંગ્રહ થયો. વણાકબોરી ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો. પાનમ ડેમ પણ ૧૦૦ ટકા પાણીથી ભરાયો.
હડફ ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જવા આવ્યો. કડાણા ડેમમાં ૮૯.૪૮ ટકા પાણીનો જથ્થો. કરજણ ડેમમાં ૯૦.૧૯ ટકા પાણીનો સંગ્રહ થયો. સુખી ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાયો. મુક્તેશ્વર ડેમમાં ૫૩.૬૭ ટકા પાણીનો સંગ્રહ, દાંતીવાડા ડેમમાં ૯૪.૦૩ ટકા પાણી ભરાયું. સીપુ ડેમમાં સૌથી ઓછું ૨૮.૬૯ ટકા પાણી ભરાયું. ધરોઈ ડેમમાં ૯૨.૦૨ ટકા પાણીનો જથ્થો. ખોડિયાર ડેમમાં ૬૫.૩૨ ટકા પાણીનો સંગ્રહ થયો.
શેત્રુંજી ડેમમાં ૯૯.૪૦ ટકા પાણી, ઉંડ-૧ ડેમમાં ૮૯.૪૩ ટકા પાણીનો જથ્થો, ભાદર ડેમમાં ૯૧.૪૩ ટકા પાણી, ભાદર-૨ ડેમમાં ૯૮.૧૦ ટકા પાણી, મચ્છુ-૧ ડેમમાં ૮૪.૬૦ ટકા પાણીનો સંગ્રહ, મચ્છુ-૨ ડેમમાં ૬૯.૭૮ ટકા પાણી ભરાયું, બ્રહ્માણી ડેમમાં ૮૪.૬૦ ટકા પાણીનો જથ્થો, સરદાર સરોવર ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો.SS1MS