પાંચથી વધુ બુકાનીધારી ગેંગના લૂંટારા બિલ્ડરની ઓફિસમાં ઘૂસી ગયા અને…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રીંગરોડને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એક વાર બુકાનીધારી ગેંગનો આતંક જાેવા મળી રહ્યો છે. The robbers of a gang of more than five buccaneers barged into the builder’s office and…
આંબલી ગામ રોડ પર આવેલી બિલ્ડરની ઓફિસમાં પાંચથી વધુ શખ્સો બુકાની બાંધીને ત્રાટક્યા હતા અને આ શખ્સોએ ત્યાં કામ કરતા એક યુવાનને માથામાં પાઇપ મારી ઇજાઓ પહોંચાડી હતી તો એકને બંધક બનાવી ઓરડીમાં પૂરી એક લાખથી વધુની લૂંટ ચલાવી હોવાનું સામે આવતા ચકચાર જાગી છે.
બીજી બાજુ આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે જાણવા મળતી વિગત અનુસાર સરખેજ આંબલીગામ રણછોડપુરા નજીક આવેલ હાઉસ ઓફ આદીના નામથી બીલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિલ્ડરની ઓફિસમાં રાત્રીના સમયે બે લોકો હાજર રહે છે.
આ દરમિયાન શનિવારે રાત્રે અજાણ્યા પાંચ લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા. આ દરમિયાન સિક્યોરિટીને શખ્સોએ માથામાં પાઇપનો ઘા ઝીંકતા લોહી લુહાણ હાલત થઈ હતી. જ્યારે બીજા એક યુવકને બંધક બનાવી દીધો હતો. જેને ગળા પર છરી મૂકી શખ્સો ઓફિસમાં ઘુસ્યા અને બાદમાં એક લાખથી વધુની લૂંટ ચલાવી હતી.
ત્યારબાદ આરોપીઓ ઓફિસની આસપાસ આવેલી ઝાડી ઝાખરા વિસ્તારનો લાભ લઇ ત્યાંથી નાસી ગયા હતા. આ મામલે જાણ કરાતા પોલીસ હવે પોલીસ શોધી રહી છે.