Western Times News

Gujarati News

ભિલોડાના ધારાસભ્યના ઘરે થયેલી લૂંટમાં રસોઈયા અને તેના સાગરીતોએ જ કરી હતી

ધારાસભ્ય બરંડાના ઘરે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો-ઘરના રસોઈયા સહિત ત્રણ આરોપી ઝડપાયા

(પ્રતિનિધિ) બાયડ, ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વતન શામળાજી નજીક આવેલા વાંકાટીંબા ગામમાં ઘરે થોડા દિવસ અગાઉ રાત્રીના સુમારે ત્રાટકી તેમના પત્નીને બંધક બનાવી બે બુકાનીધારી લૂંટારુઓએ ઘરની તિજાેરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી ધારાસભ્યની પત્નીને તુમકો નુકસાન નહીં કિયા

ઔર કમા લેના કહીં રફુચક્કર થઇ જતા ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા જીઁ શૈફાલી બારવાલ સહીત જીલ્લા પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ, એફએસલની ટીમ ઉતરી પડી હતી

શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધાયા બાદ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપી હતી જેમાં સાબરકાંઠા પોલીસ પણ જાેતરાઈ હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લાખ્ખો રૂપિયાની લૂંટની ઘટનામાં તેમના ઘરે રસોઈ કરતા શકમંદ રાજસ્થાની રસોઈયા પન્નાલાલ ઉર્ફે પ્રકાશ રોતની અટકાયત કરી મેરેથોન પૂછપરછના અંતે પણ લૂંટની ઘટના અંગે મગનું નામ મરી પાડતો ન હતો

પોલીસે વિવિધ ટિમો બનાવી સતત રાજસ્થાનમાં પડાવ નાખી ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં માહીર શકમંદો પર વોચ ગોઠવવાની સાથે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો સક્રિય કરતા લૂંટના ગુન્હામાં સંડોવાયેલ રાજેન્દ્ર ઉર્ફે રાજુ વેલાજી ઢુંહા

અને પન્નાલાલ ઉર્ફે પ્રકાશ રોત રેલ્લાવાડા તરફ આવતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાઈક સાથે દબોચી લઈ ચોરીનો મુદ્દમાલ સહીત બાઈક મળી રૂ.૭.૭૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક આરોપી નંદલાલ ઉર્ફે નંદુ મોહનલાલ વરસાત (રહે,રામપુર-રાજ)ને દબોચી લીધા હતા લૂંટના ગુન્હામાં સંડોવાયેલ લાલા મોંઘા ડામોર (ધામોદ-રાજ) ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.