લૂંટેરી દુલ્હન દાગીના-રોકડ લૂંટીને થઈ ગઈ ફરાર
(એજન્સી)મોડાસા, છેલ્લાં કેટલાંક વર્ષોથી લૂંટેરી દુલ્હન દ્વારા લૂંટી લેવાના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે આવો જ એક કિસ્સો મોડાસામાંથી સામે આવ્યો છે. મોડાસામાં રહેતો યુવક અમદાવાદ નજીક એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. The robbery took place after robbing the bride of jewelry and cash
આ યુવક અને તેના પરિવારને લૂટેરી દુલ્હનની ગેંગે એવું કહ્યું હતું કે, યુવતી ખેતરમાં કામ કરે છે. એ પછી પરિવારને વિશ્વાસમાં લઈ લગ્ન કરાવી દાપા પેટે બે લાખ રુપિયા લીધા હતા. એટલું જ નહીં લગ્ન કરવા માગતા યુવકના લગ્ન યુવતી સાથે એક ટ્રસ્ટમાં કરાવ્યા હતા અને રુપિયા ૩૫ હજાર પણ ખંખેરી લીધા હતા.
એ પછી યુવતી યુવક સાથે મોડાસા ખાતે રહેવા માટે આવી હતી. લગ્નના માંડ ૬૦ કલાકમાં જ આ લૂંટેરી દુલ્હન ઘરમાંથી દાગીના, રોકડ રકમ અને મોબાઈલ લઈને ભાગી ગઈ હતી. જે બાદ છેતરાયેલા યુવકે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગતો એવી છે કે, મોડાસાના સગરવાડા વિસ્તારમાં રહેતા સુમન ભીખાભાઈ પ્રજાપતિ નામનો યુવક અમદાવાદ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવકના લગ્ન ન થતા પરિવાર પણ સતત ચિંતામાં રહેતો હતો.