રાજ કપૂરે ઓફર કરી દીધો એવો રોલ, ગુસ્સામાં રાજકુમારે ન કરવાનું કરી નાંખ્યું
મુંબઈ, રાજકુમાર પોતાના સમયના એક દિગ્ગજ અભિનેતા હતાં, પરંતુ તે જિદ્દી અને હઠીલા સ્વાભાવના પણ હતાં. આ જ કારણે તેમની સાથે કોઇપણ એક્ટર કામ કરતાં ડરતા હતાં, કારણ કે તે ક્યારે કઇ વાત પર ગુસ્સે થઇ જાય, તે કહેવું મુશ્કેલ હતું.
આ જ કારણે એકવાર તેમની સાથે ફિલ્મ ‘તિરંગા’માં દિગ્ગજ એક્ટર રજનીકાંતે કામ કરવાથી ઇનકાર કરી દીધો હતો. કહેવામાં આવે છે કે રાજકુમાર અને રાજ કપૂર એક સમયે સારા મિત્રો હતા, પરંતુ એકવાર રાજ કપૂર પણ રાજકુમારના ગુસ્સાનો શિકાર બની ગયા હતાં.
જનસત્તામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, જ્યારે રાજ કપૂર પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મેરા નામ જોકર’ પર કામ કરી રહ્યાં હતાં, તો તેમણે પોતાની આ ફિલ્મ માટે લગભગ બધી કાસ્ટ પસંદ કરી લીધી હતી. તેમને ફક્ત ફિલ્મમાં સર્કસના જાદુગરના પાત્ર માટે એક્ટરની તલાશ હતી.
આ દરમિયાન, રાજ કપૂરે નક્કી કર્યુ કે તે આ પાત્ર માટે રાજકુમારને લેશે અને જ્યારે તેમણે રાજકુમાર સાથે વાત કરી તો તેમણે આ પાત્ર કરવાથી ઇનકાર કરી દીધો અને તેમને કહ્યું કે, જો તે તેને ફિલ્મમાં લેવા માગતા હોય તો તેને બરાબર રોલ ઓફર કરે.રાજકુમાર દ્વારા ઓફર ઠુકરાવવામાં આવ્યા બાદ, રાજ કપૂર તેમનાથી ખૂબ જ નારાજ થઇ ગયાં હતાં અને તેમની આ નારાજગી પ્રેમ ચોપરાના લગ્નમાં સામે આવી.
ખરેખર, આ લગ્ન દરમિયાન બંને એકસાથે બેસીને ડ્રિંક કરી રહ્યાં હતાં અને નશામાં જ રાજ કપૂરે રાજકુમારનું અપમાન કરવાનું શરૂ કરી દીધું.પ્રેમ ચોપરાના લગ્ન દરમિયાન, રાજકુમાર અને રાજ કપૂરે બંનેએ એકબીજા પર કિચડ ઉછાળ્યું.
તેવામાં જ્યારે ‘મેરા નામ જોકર’ થિયેટર્સમાં રિલીઝ થઇ તો શરૂઆતના સમયમાં તે સફળ ન રહી, ત્યારે રાજકુમારે રાજ કપૂરની મજાક ઉડાવી.રાજકુમારે રાજ કપૂરને લઇને કહ્યું હતું કે, પહેલા તેમણે ફિલ્મ મેકિંગનો કોર્સ કરી લેવો જોઇએ. જણાવી દઇએ કે, આ ઘટના બાદ રાજકુમાર અને રાજ કપૂરે ક્યારેય સાથે કામ નથી કર્યુ.SS1MS