આજે બ્રિટનની મહારાણીનો થશે શાહી અંતિમ સંસ્કાર
(એજન્સી)લંડન, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વીતીયના નિધન પછી હાલ રાષ્ટ્રીય શોક ચાલી રહ્યો છે. લોકો મહારાણીને અંતિમ વિદાય આપી રહ્યાં છે. અને મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર થશે.
૯૬ વર્ષની મહારાણી એલિઝાબેથનું નિધન ૮ સપ્ટેમ્બરના રોજ થયુ હતું. અને લગભગ ૭૦ વર્ષ સુધી તે આ પદ પર રહી. આવતીકાલે લંડનના વેસ્ટમિંસ્ટર એબેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મહારાણી એલિઝાબેથના રાજકીય અંતિમ સંસ્કાર આવતી કાલે એટલે ૧૯ સપ્ટેમ્બરના રોજ વેસ્ટમિંસ્ટર એબેમાં ભારતીય સમય અનુસાર બપોરે ૩.૩૦ વાગ્યે થશે. આપને જણાવી દઈએ કે વેસ્ટમિંસ્ટર એક ઐતિહાસિક ચર્ચ છે જ્યાં બ્રિટેનના રાજાઓ અને રાણીઓને તાજ પહેરાવવવામાં આવે છે. રાજકીય અંતિમ સંસ્કાર કાર્યક્રમ સમગ્ર દેશમાં વિવિધ માધ્યમોથી બતાવવામાં આવશે.
અંતિમ સંસ્કારની વિધિ બ્રિટનની જનતા, શાહી પરિવાર તેમજ વૈશ્વિક નેતાઓની હાજરીમાં થશે.મહારાણીના અંતિમ સંસ્કાર સમારોહમાં વિશ્વના અનેક મોટા નેતા, યુરોપિયન શાહી પરિવારના સદસ્યો અને યુકેના પૂર્વ પ્રધાનમંત્રીઓ સામેલ થશે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ અંતિમ સંસ્કાર સમારોહમાં સામેલ થવા માટે લંડન પહોંચી ગયા છે. આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન, ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ અર્દોગન, જાપાનના સમ્રાટ નારુહિતો પણ સામેલ થશે.
મોટા ભાગે રાજકીય અંતિમ સંસ્કાર આધિકારિક સમ્માનની સાથે યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં પ્રોટોકોલ અને નિયમોનું પાલન ચુસ્ત પણે થાય છે. અંતિમ સંસ્કાર દરમિયાન સૈનિક શવને જૂલુસમાં વેસ્ટમિંસ્ટર હોલમાં લઈ જવામાં આવે છે.
જ્યાં દિવંગત રાજા રાણીના શવને સાર્વજનિક દર્શન માટે રાખવામાં આવે છે. જે પછી વેસ્ટમિંસ્ટર એબે અથવા સેંટ પૉલ કેથેડ્રલમાં પ્રાર્થના કરવામાં આવે છે. અત્યાર સુધી અહીં રાજા રાણી સિવાય ખુબ ઓછા લોકોની દફનવિધિ થઈ છે. આ પહેલા વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટન, લૉર્ડ નેલ્સન, ડ્યૂક ઑફ વેલિંગટન અને લૉર્ડ પામર્સ્ટનનો રાજકીય અંતિમ સંસ્કાર કરવામાં આવેલું છે.