ધ રોયલ્સઃ ભૂમિ પેડનેકર- ઇશાન ખટ્ટરની જોડી લાવશે રોમેન્ટિક કોમેડીનો ટિ્વસ્ટ

મુંબઈ, ભૂમિ પેડનેકર અને ઇશાન ખટ્ટર ઓટીટી પ્લેટફર્મ પર રોયલ અંદાજમાં જોડી જમાવવા જઈ રહ્યાં છે. તે બંને એકબીજા સાથે પહેલી વથત કામ કરવા જઈ રહ્યાં છે. તેમાં ન્યૂ એજ કપલની ઓલ્ડ સ્કૂલ રોયલ્ટીની થીમ પરની સ્ટોરી જોવા મળશે.
આ શો આ શોના લોંચ પહેલાં ભૂમિ અને ઇશાને પોતાના અનુભવોની વાત કરી હતી. ધ રોયલ્સમાં એક રાજકુમાર અને આમકુમારીની વાત છે, જે રોમેન્ટિક કોમેડીનો એક નવો ટિ્વસ્ટ છે. ઇશાને આ અંગે કહ્યું, “ઘણી રીતે, એક કલાકાર હોવું અ એક બાળકને મેદાનમાં રમતું મુકી દેવાં જેવું છે, જાણે તમે શીખતા રહો છો અને કશુંક નવું કરતાં રહો છો.
આ શોમાં અમારી પાસે એક વૈભવી મેદાન હતું. અમે સાચા મહેલ એટલે કે ઉદયપુરના સિટી પેલેસમાં શૂટ કર્યું હતું, તેનાથી અમને પાત્રમાં ઘુસવામાં મદદ મળી હતી. ત્યાંનો માહોલ એટલો વાસ્તવિક હતો.
અમારે જે ભજવવાનું હતું એ બધું અમારી આંખોની સામે હતું.”જ્યારે ભૂમિ માને છે કે આ દેશમાં બે પ્રકારના રોયલ લોકો છે, તેણે કહ્યું, “મારા માટે આ શોની દુનિયા રોયલ્ટીની અલગ વ્યાખ્યા લઇને આવી, જેઓ આ યુનિકોર્ન અને સ્ટાર્ટર્સના સ્થાપક છે, તેઓ આપણા અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપે છે અને તંત્રને ઘણી રીતે બદલી રહ્યાં છે. આ શોમાં તેમને રોયલ્સની વિરુદ્ધમાં બતાવ્યા છે.
મારું પાત્ર સોફિયા એવું છે, જે આ દુનિયા માટે બિલકુલ અજાણ્યું છે અને તેણે સફળતાનો અનુભવ કરી લીધો છે. તેણ સંઘર્ષથી આગળ વધીને પુરુષોની દુનિયામાં પોતાનું નામ કર્યું છે. પછી તે આ રોયલ્સની દુનિયામાં પ્રવેશે છે અને થોડી પાછી પડે છે.”
ભૂમિએ ઇશાન સાથેની જોડી અંગે કહ્યું, “ઇશાન સાથે કામ કરવાનું મારા માટે પણ નવું હતું. મેં વર્ષાેથી એનું કામ જોયું છે અને એ જોરદાર કલાકાર છે.
આશા છે કે ઓડિયન્સને અમને સાથે જોવામાં મજા આવશે.”રોમેન્ટિક કોમેડી એ ઇન્ડિયન સિનેમાની ઓળખ છે, ત્યારે રોયન્સ તેમાં એક નવો અંદાજ લઈને આવે છે, શોના લેખિકા રંગિતા પ્રિતિશ નાંદીએ કહ્યું, “તમે છેલ્લે ભારતની બહાર કોઈ રોમેન્ટિક કોમેડી સિરીઝ ક્યારે જોઈ હતી જે મોટા પાયે અને અલગ વિષય સાથે બની હોય, જેમાં મહેલો અને બોર્ડરૂમનું કોમ્બિનેશન હોય.”
આ સિરીઝ ૯ મેથી નેટફ્લિક્સ પર આવશે.આ શોમાં ભૂમિ અને ઇશાન સિવાય ઝીનત અમાન, સાક્ષી તંવર, નોરા ફતેહી, ડિનો મોરીયા, મિલિંદ સોમણ, ચંકી પાંડે, વિહાન સમત અને સુમુખી સુરેશ જેવા જાણીતા ચહેરા વિવિધ રોલમાં જોવા મળશે.SS1MS