BJPના ગઢ ગણાતી આ લોકસભા સીટ પર ઓછા મતદાનને લઈ સત્તાપક્ષ હાલ ચિંતામાં
ભરૂચ લોકસભા બેઠક ઉપર મતદાન બાદ મામા – ભાણેજ વચ્ચે કાંટે કી ટક્કરના એંધાણો
BJPમાંથી સતત સાતમી ટર્મ માટે ઉમેદવાર મનસુખ વસાવા અને INDI ગઢબંધનના પહેલીવાર ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ભારે જંગ ચાલી હતી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ લોકસભા બેઠક માટે ૭ વિધાનસભામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયું છે અને ૭ વિધાનસભા પૈકી ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં મતદાનની ટકાવારી ઘટી જવાના કારણે ભાજપના ગઢમાં ઓછા મતદાનને લઈ સત્તાપક્ષ હાલ ચિંતામાં મુકાઈ ગયું છે The ruling party BJP is currently worried about the low turnout in this Lok Sabha seat of Gujarat
અને રાજકીય વિશ્લેષણના મંતવ્ય મુજબ ભરૂચ બેઠક કાંટે કી ટક્કર વચ્ચે જે ઉમેદવાર વિજેતા થશે તે ઓછા મતોના ર્માજિંગથી વિજેતા થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. #Bharuch #Mansukhvasava #ChaitarVAsava #LokSabhaElection2024
ભરૂચ લોકસભા બેઠકના ૧૮૯૩ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયા બાદ આ બેઠક ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે કારણકે આ બેઠક ઉપર ઈન્ડિયા ગઢબંધનના પહેલીવાર ઉમેદવાર ચૈતર વસાવા તો બીજી બાજુ ભાજપમાંથી સતત સાતમી ટર્મ માટે ઉમેદવાર મનસુખ વસાવા વચ્ચે ભારે જંગ ચાલી હતી અને પ્રચાર પ્રસાર વચ્ચે પણ બંને મામા-ભાણેજે એકબીજા ઉપર આક્ષેપ બાજી કરી હતી.
પરંતુ હવે સાંસદની ખુરશી પર કોણ બિરાજમાન હશે તેવા પ્રશ્નો વચ્ચે રાજકીય નેતાઓમાં ચર્ચાઓનો દૌર ચાલુ થયો છે કે સાતમી વાર મનસુખલાલ કે પહેલીવાર ચૈતર વસાવા જેવા પ્રશ્નો હાલ અનેક જાહેર ચોક ઉપર અડિંગો જામવાતા નેતાઓમાં ચર્ચાનો દૌર જોવા મળી રહ્યો છે.છ ટર્મથી મનસુખ વસાવાએ રાજ કર્યું પરંતુ છ ટર્મ બાદ પ્રથમવાર ભાજપને ટક્કર આપી શકે તેવા ચૈતર વસાવાએ ભાજપના નેતાઓનો પરસેવો પડાવ્યો છે.
રાજકીય રીતે કોનું પલ્લું ભારે હોઈ શકે તો રાજકીય સાથે જીયોતિષાચાર્ય મુજબ વિશ્લેષણ કરવામાં આવે તો ચૈતર વસાવાને રાજયોગ હોવાનું માનવામાં આવે છે સાથે ચૈતર વસાવા વિધાનસભા પણ જંગી મતોથી જીત મેળવી લોકસભામાં ઝંપલાવ્યું હતું અને લોકસભામાં ઉમેદવારી ઈન્ડિયા ગઢબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા જાહેર થતા જ ભાજપ માંથી સામાન્ય બેઠક હોવા છતાં સતત સાતમી વાર મનસુખ વસાવાને ઉમેદવાર જાહેર કરતા
હાલ ચૈતર વસાવાને રાજયોગ હોય તેમ માનવામાં આવે છે સાથે ૧૯૮૯ માં જે બ્રાહ્મણ ને બિપિન શાહને રક્તતિલક કર્યું હતું તે જ બ્રાહ્મણે ઈન્ડિયા ગઢબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને પ્રચાર દરમ્યાન રક્તતિલક કર્યું હતું.જેમ ૧૯૮૯ માં ભાજપનું કમળ ખીલ્યું હતું તેમ ૨૦૨૪ માં ભાજપનું કમળ કરમાઈ જાય તો નવાઈ નહિ.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર મહિનો આમ તો વધુ ગરમાટો આપનારો માનવામાં આવે છે અને ચૈત્ર મહિનાના અંતિમ દિવસમાં ભાજપ ને આપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા.એટલા જ માટે ચૈતર વસાવાએ પ્રચાર દરમ્યાન નિવેદન આપ્યું હતું કે ચૈત્ર માસમાં ચૈતર તાંડવ કરશે જે યુક્તિ અહીં સાર્થક થઈ રહી છે.ત્યારે ચૈતર વસાવાને ચૈત્ર માસ ફળે છે તે ૪ જુનના રોજ ખબર પડશે.