ડોલર સામે રૂપિયો સતત ચોથા દિવસે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો
ભારતમાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા જૂન મહિનામાં સતત ૧૫મા મહિને ૧૦%ની ઉપર અને સતત ત્રીજા મહિને ૧૫%ની ઉપર પહોંચતા રૂપિયામાં મંદીનો માહોલ જાેવા મળ્યો
નવી દિલ્હી, ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાની અવિરત ગતિને કારણે રૂપિયામાં દિવસે ને દિવસે એક નવું ઐતિહાસિક તળિયું જાેવા મળી રહ્યું છે.
ભારતીય ચલણ ગુરૂવારના સત્રમાં પણ ડોલરની સામે એક નવા રેકોર્ડ તળિયે પહોંચ્યું છે. અમેરિકામાં મોંઘવારીની માર બાદ હવે ભારતમાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા જૂન મહિનામાં સતત ૧૫મા મહિને ૧૦%ની ઉપર અને સતત ત્રીજા મહિને ૧૫%ની ઉપર પહોંચતા રૂપિયામાં આજે પણ મંદીનો માહોલ જાેવા મળ્યો છે.
રૂપિયો આજે ડોલરની સામે ફરી ૮૦ તરફ આગળ વધ્યો છે. સતત ચોથા સેશનમાં ઘટાડા સાથે ભારતીય ચલણ અમેરિકન કરન્સીની સામે ૭૯.૮૬ પર પહોંચ્યો છે.૨૦૨૨ની શરૂઆતમાં રૂપિયો ૭૪ની આસપાસ કામકાજ કરી રહ્યો હતો અને આજે તે ૮૦ નજીક પહોંચ્યો છે એટલેકે ૮%થી વધુ ગગડ્યો છે.
વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતના ઈક્વિટી બજારમાંથી ૨૯.૧૬ અબજ ડોલરનું રોકાણ પરત ખેંચ્યું છે. આજે યુએસ ડોલર ઈન્ડેકસ ૧૦૮.૫૬ના લેવલે કામકાજ કરી રહ્યો છે. SS2