Western Times News

Gujarati News

આ ફિલ્મથી ગોધરાકાંડની સચ્ચાઈ સામે આવી છેઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ”ના કર્યા વખાણ-મોદીએ એક ટ્‌વીટના જવાબમાં લખ્યું કે સારું છે કે આ સચ્ચાઈ સામે આવી રહી છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે

નવી દિલ્હી,હાલમાં રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ‘ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ’ એ એક વાર ફરી ગોધરા કાંડની ઘટનાને ચર્ચામાં લાવી દીધી છે. ફિલ્મ ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસમાં થયેલી આગચંપી અને તેમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની દર્દનાક કહાનીને દેખાડવામાં આવી છે.

ફિલ્મની રિલીઝ પહેલા જ તેના સંવેદનશીલ મુદ્દાને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે, તેમનું Âટ્‌વટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ એક Âટ્‌વટના જવાબમાં લખ્યું કે, સારું છે કે આ હકીકત લોકોની સામે આવી રહી છે અને તે પણ એ રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. એક બોગસ નેરેટિવ લાંબા સમય સુધી ટકી શકતી નથી. અંતમાં, સચ્ચાઈ હંમેશાં સામે આવી છે. પીએમ મોદીએ આ ટ્‌વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. લોકો પીએમના ટ્‌વીટનું સમર્થન પણ કરી રહ્યા છે, તો અમુક લોકો મિક્ષ અભિપ્રાયો આપી રહ્યા છે.

પીએમ મોદીનું આ Âટ્‌વટ આલોક ભટ્ટના તે ટ્‌વીટના રિપ્લાયમાં હતું, જેમાં તેમણે ફિલ્મને જરૂર જોવા લાયક ગણાવી. આલોક ભટ્ટે લખ્યું કે ફિલ્મમાં ગોધરા કાંડની સચ્ચાઈને ખુબ જ સંવેદનશીલતાથી દેખાડવામાં આવી છે. આ તે ૫૯ માસૂમ યાત્રીઓ માટે એક શ્રદ્ધાંજલિ છે, જેમણે આ ભયાનક ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. પીએમ મોદીના જવાબ બાદ આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વધુ ચર્ચાઓ ફેલાઈ રહી છે.

તમને ખબર હોય તો વિક્રાંત મેસીની આ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ગોધરા કાંડ પર આઘારિત છે અને તેણે બનાવવામાં ઘણું રિસર્ચ અને સંવેદનશીલતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ગોધરા કાંડના અલગ અલગ પાસાઓ દર્શાવવામાં આવ્યા છે અને તેને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.