નોકરીમાં મોડા આવતાં અને ચાલુ નોકરીએ અંગત કામે બહાર જતાં કર્મચારીઓ પર તવાઈ
કૃષિ વિભાગમાં મોડા આવતા કર્મચારીઓનો પગાર કપાશે-૩ દિવસ મોડા પડશે તો હાફ સીએલ ગણાશે
ગાંધીનગર, રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ વિભાગના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેટલાક કર્મચારીઓ કચેરીના સમયે બહાર ટહેલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. The salary of the employees who come late in the agriculture department will be deducted
આથી કૃષિ મંત્રીએ પરિપત્ર કર્યો છે કે જાે કર્મચારી મહિનામાં બે દિવસ ૧૦ મિનિટ મોડા પડે તેનો વાંધો નથી પણ ત્રીજા દિવસે ૧૦ મીનિટ મોડા પડશે તો અડધા દિવસની ગેરહાજરી પુરવામાં આવશે.
રાજય સરકારના નવા અને જુના સચિવાલય તેમજ વિવિધ વિભાગોમાં કેટલાક કર્મચારીઓ ચાલુ નોકરી સમયે અંગત કામને લઈને બહાર જતા હોય છે આવા કર્મચારીઓ તેમના અધિકારીઓને જાણ પણ કરતા નથી.
થોડા સમય પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તેમની મુલાકાત દરમિયાન કેટલીક ત્રૂટીઓ ધ્યાનમાં આવી હતી આ કર્મચારીઓ ચાલુ નોકરી દરમિયાન જ બહાર જતા રહેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી કૃષિ મંત્રીએ કર્મચારીઓ કાર્યાલયમાં રહીને અરજદારોને સમયસર મળે અને કામગીરી ઝડપી થાય તેટલા માટે કડકાઈ દાખવી છે. કૃષિ વિભાગે એક પરિપત્ર કરીને કર્મચારીઓને એવી તાકીદ કરી છે કે કચેરીમાં આવવાનો સમય સવારે ૧૦.૩૦ કલાક સુધીમાં આવવા અને સાંજે ૬.૧૦ સુધી ઓફિસમાં હાજર રહેવા તાકીદ કરી છે.