Western Times News

Gujarati News

લો વોલ્ટેજની સમસ્યાથી ત્રાસી સરપંચ-વેપારીઓનો વીજ કચેરીએ ધસી ગયા

પ્રતિકાત્મક

રોષપુર્વક વીજ કચેરીએ ધસી જઈ ઉગ્ર રજુઆત, સમસ્યા હલ નહીં થાય તો આંદોલન

વઢવાણ, સાયલા શહેરમાં લોક વોલ્ટેજના પ્રશ્ને લોકો પરેશાન રહે છે. જેની ધારાસભ્યથી સંકલન સમીતી સહીતમાં રજુઆત છતાં નિકાલ આવ્યો નથી. આથી સરપંચ વેપારીઓ સહીત લોકોએ વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.

અને જાે સમસ્યા હલ નહી થાય તો ધરણાની ચીમકી આપી હતી. સાયલા શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી લાલ ગુરુ અને સાયલા સીટી ફીડર વારંવાર ફોલ્ટમાં જતા વીજ સમસ્યા લોકોની પરેશાની વધારી રહી છે.

અનેક વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યાના કારણે ઘરના ઉપકરણો બંધ હાલતમાં જાેવા મળે છે. આ બાબતે જર્જરીત વીજ વાયરો અને પોલીની કામગીરી ઝડપભેર કરવા માટે સંકલનની બેઠકમાં પણ અનેક રજુઆત છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતા નથી.

આ બાબતે સાયલા શહેરના વેપારી આગેવાન નારસંગભાઈ રાજપુત રજનીભાઈ ડગલી, કિશોરભાઈ સોનગરા, રાજુભાઈ ડોડીયયા તેમજ સરપંચ અજયરાજસિંહ ઝાલા, પ્રદીપભાઈ પરમાર, મહીપતસિંહ ચાવડા સહીતના મોટી સંખ્યામાં વેપારી અને સદસ્યો વીજ કચેરી દોડીી ગયા હતા.

અને વારંવાર વીજ સપ્લાય બંધ થવાની અને લો વોલ્ટેજ બાબતની અનેક રજુઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હલ્લાબોલ કર્યું હતું. અને આગામી દિવસોમાં વીજ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ગ્રામજનો સાથે મહીલાઓ વીજ કચેરી સામે ધરણા કરશે તેવી પણ ચીમકી આપી હતી.

આ બાબતે ડે.એન્જી.બી.કે. દાતલાએ લો વોલ્ટેજ માટે ટીસી બદલવાની કામગીરી અને સાયલા શહેરમાં નીયમીત વીજ પ્રવાહ મળી રહે તે માટે ક્રોસીગ દુર કરવાની પણ ખાતરી આપતા મામલો પડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.