Western Times News

Gujarati News

ગુજરાતના આ ગામને તાલુકો બનાવવાની ૩૩ ગામના સરપંચોએ માંગ કરી

મહેસાણા, વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકાનો દરજ્જાે આપવા લાંબા સમયથી ચાલતી માગણી અંગે વિસનગર પ્રાંતે અભિપ્રાયો સાથે તૈયાર કરેલી દરખાસ્ત રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર કચેરી સુધી પહોંચી છે. આ ઉપરાંત વિવિધ લોકોએ કુકરવાડાને તાલુકો બનાવવા માટે ભલામણ પણ કરી છે.

કુકરવાડા તાલુકામાં સૂચિત ૩૩ ગામોના સરપંચોના હકારાત્મક અભિપ્રાયો તેમજ ગામોના જન પ્રતિનિધિઓની માંગણી મુજબ કુકરવાડાને તાલુકો બનાવાય તો વ્યાપારિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, રોજગાર, ખેતી, જમીન સંપાદન કે નોંધણી વિષયક મુશ્કેલીઓનું નિરાકરણ આવે તેવી રજૂઆત છે.

કુકરવાડા તાલુકો બનાવવા નિયમોનુસારની ઘટતી કાર્યવાહી કરવાની દરખાસ્ત સાથે સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફ્તર નિયામક ગાંધીનગર કચેરીએ વિસનગર પ્રાન્તની દરખાસ્ત મહેસાણા નિવાસી અધિક વિજાપુર, માણસા અને કલેકટર આઇ.આર. વાળા મારફતે મોકલી આપી છે.

આ દરખાસ્તમાં વિજાપુર તાલુકાના ૨૧, માણસાના ૯ અને મહેસાણાના ૩ મળી ૩૩ ગામોને નવા કુકરવાડા તાલુકામાં સમાવવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત આ નવા તાલુકામાં વિજાપુરથી કુકરવાડા વચ્ચેનું અંતર ૧૭ કિમી, માણસાથી ૧૬ તેમજ મહેસાણાનું ૩૫ કિમી અંતર સમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે હવે સેટલમેન્ટ કમિશ્નરરાહે પ્રક્રિયા થઇ સરકાર સુધી કુકરવાડા તાલુકો બનાવવા કવાયત ચાલશે.

કુકરવાડાને તાલુકો બનાવવા ૩૩ ગામોના સરપંચના અભિપ્રાય ઉપરાંત જિલ્લાના અગ્રણીઓએ ભલામણ પણ કરી હતી. આ ભલામણમાં સંસદ સભ્ય, વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય, વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ, ૨૬ એસોસીએશન, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ તથા મંડળોનો સમાવેશ થાય છે. આ દરખાસ્ત મુજબ નીચે દર્શાવેલા ગામોને નવા કુકરવાડા જિલ્લામાં સમાવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.