Western Times News

Gujarati News

સાંસદ-ધારાસભ્યની બેઠક વધતી નથી પરંતુ સરપંચોની બેઠક વધી

લોકસભા ચૂંટણી પહેલાં સેમી ફાઈનલ જેવો જંગ જામશે-ઉત્તર ગુજરાતના પ જિલ્લામાં નવી ૧૬૬ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં

બાયડ, રાજયની ગ્રામ પંચાયતોમાં અનામતના મુદ્દે નિમાયેલા પંચનો રિપોર્ટ સરકારમાં સીુપ્રત થયા પછી હવે રાજયમાં મુદત પૂર્ણ કરતી ગ્રામ ંપંચાયતોમાં ચૂંટણી યોજાઈ શકે છે. જે વર્ષ ર૦ર૪માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં સેમી ફાઈનલ જેવો જંગ જામશે.

ઉત્તર ગુજરાતના પ જિલ્લાઓમાં દાયકાઓથી સાંસદ અને ધારાસભ્યની બેઠક વધતી નથી પરંતુ સરપંચોની બેઠક વધી છે. નવી ૧૬૬ ગ્રામ પંચાયતોને આગામી ચૂંટણી યોજાયા પછી નવા સરપંચ મળશે. મળતી જાણકારી અનુસાર હવે રાજકીય હંસા ભૂંસી વધતા અનેક ગ્રામ પંચાયતોની વિભાજન કરી નવી ગ્રામ પંચાયતો આપવાની ફેશન શરુ થઈ છે.

પરંતુ દાયકા પહેલા નવી પંચાયતો અસ્તિત્વમાં આવી તેમના રેવન્યુ વિલેજમાં પણ ફેરફારનો મુદ્દો અભરાઈ ઉપર છે અને આવા ગામની પ્રજા પંચાયત વિભાજન પછી પસ્તાઈ રહ્યાનો પસ્તાવો વ્યકત કરે છે.

રાજયમાં વિભાજન પછી નવી ૩૬પ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી અને તેમાં ઉત્તર ગુજરાતમાં સીૌથી વધુ એટલે કે ૧૬૬નવી પંચાયતોનું અસ્તિત્વ આવ્ય્‌ છે તેના ઉપરથી જ રાજકીય કાર્યકરો પંચાયતોના વિભાજનમાં કેટલા જાગૃત રહ્યા તે પુરવાર થયું છે.

ઉત્તર ગુજરાતના પ જિલ્લામાં અત્યાર સુધી ર૭૪૭ પંચાયતો હતી તે પૈકી ૭૦ ટકા પંચાયતોમાં વર્તમાન સત્તાધીશોની મુદત પુરી થઈ અને ઓ.બી.સી.- અનામતનોમુદ્દો ગુંચમાં પડતાં વહીવટદારનું શાસન આવ્યું અને હજુ પણ નજીકમાં ચૂંટણી યોજાય તેવી શકયતા નથી પરંતુ હવે ઓકટોબર મહિના પહેલા ચૂંટણી યોજવી પડે તેમ છે.

ઉત્તર ગુજરાતના પ જિલ્લામાં નવી પંચાયતોના અસ્તિત્વ પછી હવે કુલ-ર૯૧૩ પંચાયતો પ જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે. જયારે વિભાજન થયા પછી નવી પંચાયતોમાં સરપંચ બનવા માટે ખાસ કરીને યુવાઓમાં અત્યારથી જ થનગનાટ જાેવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.