Western Times News

Gujarati News

કાૅંગ્રેસની ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ

અમદાવાદ, કાૅંગ્રેસની ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. અબડાસા બેઠક પરથી મામદભાઈ જતને ટિકિટ આપવામાં આવી છે. ટંકારા બેઠક પરથી લલિત કગથરા, જેતપુરથી દિપકભાઈ વેકરીયાને ટિકિટ આપી છે.

ધોરાજી બેઠક પરથી કાૅંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. જૂનાગઢ બેઠક પરથી કાૅંગ્રેસે ભીખાભાઈ જાેશીને ટિકિટ આપી છે. દસાડા બેઠક પરથી નૌશાદ સોલંકીને ટિકિટ આપી છે. અમરેલી બેઠક પરથી પરેશભાઈ ધાનાણીને ટિકિટ મળી છે. લાઠી બેઠક પરથી વિરજીભાઈ ઠુમ્મરને ટિકિટ મળી છે.

ગુજરાત કાૅંગ્રેસ દ્વારા આ પહેલા ૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કાૅંગ્રેસની પ્રથમ યાદીમાં અર્જુન મોઢવાડિયા, અમીબેન યાજ્ઞિક, કનુભાઈ કલસરિયાનું નામ હતું. ગુજરાત કોંગ્રેસે આખરે ૪૬ ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે.

આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ ૮૯ ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.