Western Times News

Gujarati News

IPLની ૧ હજારની ટીકીટ ર૯૦૦માં વેચનારો પકડાયો

ગુજરાત અને ચેન્નઈ વચ્ચે ૩૧ માર્ચે રમાનારી IPLની મેચની ર૦ ટીકીટ પણ કબજે લેવાઈ

(એજન્સી)અમદાવાદ,  નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ૩૧ માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ વચ્ચ મેચ રમાવાની છે. રૂા.૧ હજારની ઓનલાઈન ટીકીટ બુક કરાવીને રૂ. ર૯૦૦માં વેચી કાળાબજારી કરતાં યુવકને એલસીબીએ ર૦ ટીકીટ સાથે ઝડપી પાડયો છે. The seller of IPL 1000 tickets was caught for Rs 2900

એલસીબી ઝોન રની ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહી હતી. તે સમયેય તેમને બાતમી મળી હતી કે મોદી સ્ટેડીયમમાં ગુજરાત ટાઈટન્સ અઅને ચેન્નઈ વચ્ચે ૩૧ મી મેચ રમાવાની છે. તેમાં કેટલાક લોકો ઓનલાઈન ટીકીટ બુક કરીને ઉચા ભાવ વેચીને કાળાબજારી કરી રહયહા છે.

જે પૈકી એક શખ્સ ચાંદખેડા ઝુડાલ સર્કલ પાસેના સર્વીસ રોડ પર ઉભો છે. જેના આધારે એલસીબીની ટીમે તે જગ્યાએ વોચ ગોઠવી કાળા બજારી કરતા શખ્સને ઝડપી પાડયો હતો. બાદમાં તેની પુછપરછ કરતાં પોતાનું નામ બ્રિજેશ કાપડીયા અને ચાંદખેડા વૃંદાવન ગોદરેજ ગાર્ડન સીટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

તેની પાસેથી મેચની ર૦ ટીકીટો મળી આવી હતી. જેથી બ્રિજેશની પુછપરછ કરતા ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ વચ્ચે રમાતી મેચના કારણે લોકોમાં કેઝ વધારે હોવાથી મોઘા ભાવની જાે ટીકીટ નહી મળે તો માંગ્યા પૈસા આપીને પણપ ટીકીટ લેશે તેમ વિચારીને ઓનલાઈન ટીકીટ બુક કરાવી મેળવી લીધી હતી.

આરોપી પાસેથી ર૦ ટીકીટ મળી આવી હતી, જાે કે તેણે ઓનલાઈન બુકીગ ચાલુ થયું ત્યારે જ ટીકીટ ખરીદી લીધી હતી જેથી તેણે બ્લેકમાં ટીકીટો ખરીદી હોવાની પોલીસને શંકા જતા તેણે ઓનલાઈન કેટલી ટીકીટ ખરીદી હતી અને બાદમાં કેટલા લોકોને બ્લેકમાં વેચી તે બાબતે પણ આરોપીની સઘન પુછપરછ હાથ ધરી છે.

અગાઉ આઈપીએલની મેચ દરમ્યાન સીઆઈડી ક્રાઈમની ટીમે સ્ટેડીયમમાં બેસીને સટ્ટો રમાડી રહેલા ૧૧ બુકીની ઝડપી પાડયા હતા. આ બુકીઓ પૈકી કેટલાક મુંબઈ, દિલ્હી, કોલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ આવતા હતા. અને ચાલુ મેચ દરમ્યાન સટ્ટો રમાડતા હતા. તેથીફ સીઆઈડી ક્રાઈમ પોલીસે બુકીઓ, કાળાંબજારીઓ પર વોચ ગોઠવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.