સેન્સેક્સ ૧૦૭.૪ અંકની તેજી સાથે ૬૦,૪૫૪.૩૭ ના સ્તરે ખુલ્યો
મુંબઇ, વૈશ્વિક બજારમાંથી મળેલા હકારાત્મક સંકેતોના પગલે ગુરુવારે આજે ભારતીય શેરબજારના પ્રમુખ સૂચકઆંક ગઈ કાલના કડાકાને બાજુમાં મૂકી આજે લીલા નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજીમાં જાેવા મળ્યા.
ચાર દિવસની તેજી બાદ બુધવારે વેચાવલીના પગલે શેરબજારમાં કડાકો જાેવા મળ્યો હતો. આજે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ ૧૦૭.૪ અંકની તેજી સાથે ૬૦,૪૫૪.૩૭ ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી પણ ૩૩ અંકના વધારા સાથે ૧૮,૦૪૬.૩૫ ના સ્તરે ખુલ્યો. હાલ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજીમાં જાેવા મળી રહ્યા છે.
નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝૂકી, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કોઈલ ઈન્ડિયા, લાર્સનના શેર હાલ જાેવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝૂકી, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી, લાર્સન, એમશ્એમના શેર જાેવા મળ્યા છે.
નિફ્ટી ટોપ લૂઝર્સમાં હિન્દાલ્કો, ઈન્ફોસિસ, સિપ્લા, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વના શેર જાેવા મળે છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંકના શેર જાેવા મળી રહ્યા છે.HS1MS