ભારત આવતા જહાજને હુતીના આતંકવાદીઓએ હાઇજેક કર્યુ
(એજન્સી)જેરૂસલેમ, હુતીઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ સમુદ્રમાં ઇઝરાયેલનું એક જહાજ કબજે કર્યું છે. જૂથના પ્રવક્તાએ કહ્યું કે અમે જહાજના ક્રૂ સાથે ઇસ્લામિક સિદ્ધાંતો અને મૂલ્યો અનુસાર વ્યવહાર કરી રહ્યા છીએ. તેહરાનના સાથી હુતીએ પણ તાજેતરમાં ગાઝા પટ્ટીમાં લડતા પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ સાથે એકતામાં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ઝડપથી વધી રહ્યું છે. ઈઝરાયેલની સેના હવે ગાઝામાં ઘૂસીને હમાસના આતંકવાદીઓને ખતમ કરી રહી છે. દરમિયાન , યમનના હુથી બળવાખોરોએ દક્ષિણ લાલ સમુદ્રમાં ભારત આવતા જહાજનું અપહરણ કર્યું છે, અને તે ઇઝરાયલી હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ ઈઝરાયેલે રવિવારે કહ્યું કે આ જહાજ આપણું નથી
અને તે બ્રિટિશ માલિકીનું અને જાપાનીઝ સંચાલિત કાર્ગો જહાજ છે. ઈઝરાયેલે આ ઘટનાને ઈરાની આતંકવાદનું કૃત્ય ગણાવીને તેને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. બીજી તરફ, હુતીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેણે સમુદ્રમાં ઇઝરાયેલના જહાજને જપ્ત કર્યું છે.