Western Times News

Gujarati News

કડકડતી ઠંડીમાં થયું હતું બેશરમ રંગ સોન્ગનું શૂટિંગ

મુંબઈ, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ રીલિઝ થવાની તૈયારીમાં છે ત્યારે અભિનેત્રી દીપિકાએ ફિલ્મના ગીતો વિશે ખુલીને વાત કરી હતી. સાથે જ શાહરુખ ખાન સાથે કામ કરવા બાબતે પણ બોલી હતી.

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણનું ગીત બેશરમ રંગ રીલિઝ થયું ત્યારથી જ વિવાદમાં સપડાયું છે. આ ગીતના કારણે ફિલ્મનો બહિષ્કાર કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ દરમિયાન યશ રાજ ફિલ્મ્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં દીપિકા પાદુકોણ ફિલ્મ અને ગીત વિશે વાત કરે છે.

દીપિકા પાદુકોણને પૂછવામાં આવ્યું કે પઠાણ ફિલ્મનુ કયું ગીત તેનું ફેવરિટ છે? તો અભિનેત્રીએ જવાબ આપ્યો કે, બન્ને ગીતો મારા ફેવરિટ છે. કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ છે. બન્ને ગીતો ઘણાં અલગ છે. બેશરમ રંગની વાત કરીએ તો તેના માટે મારે ઘણી મહેનત કરવી પડી હતી.

એક પ્રકારે તે મારા માટે સોલો સોન્ગ હતું. અમે જે લોકેશન પર શૂટિંગ કર્યુ હતું તે મુશ્કેલ હતું. ગીત જાેઈને એવુ લાગે છે કે જાણે ઉનાળાના કોઈ દિવસે શૂટ કરવામાં આવ્યું હશે, પરંતુ વાસ્તવમાં ત્યાં અતિશય ઠંડી હતી અને પવન પણ ખૂબ હતો. માટે અમે મુશ્કેલ સ્થિતિઓમાં કામ કર્યુ હતું. દીપિકાએ આગળ જણાવ્યું કે, પરંતુ મને બન્ને જ ગીતોમાં ખૂબ મજા આવી. બીજું ગીત શાહરુખ સાથે છે.

જ્યારે અમે બન્ને સાથે ડાન્સ કરીએ છીએ તો એ અલગ જ અનુભવ હોય છે. અમે બન્ને એવા ડાન્સર છીએ જે સ્ટેપની ટેક્નિકાલિટી બાબતે વધારે ચિંતા નથી કરતા. અમે માત્ર સ્ટેપ સમજીએ છીએ અને પછી તેને એન્જાેય કરીએ છીએ. ટૂંકમાં, બન્ને ગીત મારા ફેવરિટ છે.

ખાસ વાત એ છે કે બન્ને ગીત સુપરહિટ સાબિત થયા હતા. ઉલ્લેખનીય છે કે, બેશરમ રંગ ગીતની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. આ ગીત શિલ્પા રાવ, વિશાલ અને શેખરે ગાયું છે તેમજ સ્પેનમાં શૂટ કરવામાં આવ્યું છે. લિરિક્સ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે અને વિશાલ-શેખરે મ્યુઝિક આપ્યું છે. જૂમે જાે પઠાન ગીત ૨૨ અરિજિત સિંહ, સુકૃતિ કક્કર, વિશાલ અને શેખર દ્વારા ગાવામાં આવ્યું છે.

પઠાણ ફિલ્મ આવતીકાલે એઠલે કે ૨૫મી જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં દીપિકા, શાહરુખ અને જૉન સિવાય ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ જાેવા મળશે. ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રીલિઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.