સૈફ પર હુમલાને કારણે ઇબ્રાહીમની ‘દિલેર’નું શૂટ અટકાવી દેવાયું
મુંબઈ, સૈફ અલી ખાન પર બાંદ્રામાં તેના ઘરમાં જ ૧૬ જાન્યુઆરીએ રાત્રે લૂંટના હેતુથી હુમલો થયો. તેને છ નાની મોટી ઇજાઓ પણ પહોંચી તેમજ કરોડરજ્જુની બાજુમાં પણ ગંભીર ઇજા થઈ, પરંતુ ઓપરેશન અને સારવાર બાદ હાલ તેની તબિયત સુધારા પર છે.
આ ઘટનાઓ બાદ સૈફ અલી ખાનનો સમગ્ર પરિવાર તેની સાથે છે અને હોસ્પિટલમાં વારંવાર પરિવારના સભ્યોની મુલાકાત થતી રહે છે. આ દરમિયાન તેના મોટા દિકરા ઇબ્રાહીમ અલી ખાને પોતાની પહેલી ફિલ્મ ‘દિલેર’નું શૂટિંગ પોસ્ટપોન કર્યું છે.આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતિ અનુસાર,“મેડોકની દિલેરનું શૂટિંગ ચાલતું હતું. સૈફ પરના હુમલા બાદ આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં શ્રીલીલા પણ કામ કરી રહી છે. કુનાલ દેશમુખ આ ફિલ્મ ડિરેક્ટ કરે છે. ઇબ્રાહીમ હાલ તેના પિતા સાથે રહેવા માગે છે તેથી તે ઘેર આવે અને સંપર્ણ સાજા થાય ત્યાં સુધી ઇબ્રાહીમ પિતા સાથે જ રહેવા માગે છે.”ઇબ્રાહીમ અને સારા અલી ખાન નિયમિત રીતે લીલાવતી હોસ્પિટલમાં મુલાકાત લેતાં રહે છે. સૈફ અલી ખાન પર છરી સાથે ૬ વખત હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ નથી. તે રાત્રે અઢી વાગ્યે ફાયર એક્ઝિટની જગ્યાએથી ઘરમાં ઘુસી ગયો હતો અને પહેલાં લૂંટ કરવાની કોશિશ કરી હતી. તેમાં સૈફે દખલગિરી કરતા તેના પર હુમલો થયો હોવાના અહેવાલો છે.SS1MS