તમિલમાં નવી ફિલ્મનું શૂટિંગ શરૂ નહીં થાય
મુંબઈ, તમિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ દ્વારા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સુધારવા માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે મોટા ફિલ્મ સ્ટાર્સને થિયેટરમાં ફિલ્મ રિલીઝ કર્યા બાદ ઓટીટી પ્લેટફોર્મ્સ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવા માટે આઠ અઠવાડિયા રાહ જોવી પડશે.
મોટાં સ્ટાર્સ અને ટેકનિશિયનની મનમાની રોકવા તમિલ પ્રોડ્યુસર્સ કાઉન્સિલે નવા નિયમ તૈયાર કર્યાં છે. જે અનુસાર ૧ નવેમ્બરથી ફિલ્મ સંબંધી બધી જ પ્રવૃત્તિઓ અટકી જશે, નવી ફિલ્મના પ્રોડક્શન સહિત બધાં જ કામ લાંબા વખત માટે અટકાવી દેવા પડશે.
તાજેતરમાં ચેન્નઈ ખાતે એક જોઇન્ટ મીટિંગ મળી હતી, જેમાં તામિલનાડુ થિએટર ઓનર્સ એસોસિએશન્સ તામિલનાડુ મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશન અને તમિલનાડુ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સના પ્રતિનિધિઓ મળ્યા હતા. તેમણે મુખ્ય છ મુદ્દાના આધારે આ નિર્ણય લીધો હતો.
કાઉન્સિલ ઇચ્છે છે કે તેઓ દરેક ફિલ્મને લગતાં મુદ્દાઓ – જેમકે કલાકારો અને ટેન્કિશિયન્સને કેટલું વળતર મળવું જોઈએ, જેથી પ્રોડ્યુસર્સના આર્થિક નુકસાનને ટાળી શકાય, આ પ્રકારના વિવિધ મુદ્દાનું નિરાકરણ લાવવા માગે છે. આ સંદર્ભે એક્ટર ધનુષને પણ પ્રોડ્યુસર્સ અને થિએટરના માલિકોના તીવ્ર વિરોધનો સામનો કરવો પડ્યો છે.
તેમનો આક્ષેપ છે કે ધનુષે કેટલાંક પ્રોડ્યુસર્સ પાસેથી એડવાન્સમાં પેમેન્ટ લઈ લીધાં પછી વચન મુજબની તારીખો ફાળવી નહીં. આ સમસ્યાના કારણે કાઉન્સિલે પ્રોડ્યુસર્સને હવે ધનુષને નવું કામ આપતાં પહેલાં કાઉન્સિલની સલાહ લેવા સૂચન કર્યું છે.
૨૦૨૩માં શ્રી થેનાંદલ ફિલ્મ્સે પણ ફરિયાદ કરી હતી કે ધનુષે એડવાન્સમાં પેમેન્ટ તો લઈ લીધું પણ ફાળવેલી તારીખોમાં શૂટ માટે હાજર રહ્યો નહીં, જેનાથી પ્રોડ્યુસર્સને નુકસાન થયું છે.
ટીએફપીસીએ મોટા કલાકારો અને ટેકનિશિયન્સ દ્વારા થતાં એડવાન્સમાં પેમેન્ટ લીધાં બાદ એક ફિલ્મ પૂરી કરતાં પહેલાં અન્ય પ્રોજેક્ટ શરૂ કરી દેવાની પદ્ધતિની ટીકા કરી હતી. આ પ્રકારના કામને કારણે પ્રોડ્યુસર્સને મોટાં નુકસાનનો સામનો કરવો પડતો હોય છે.
બધાં જ પ્રોડ્યુસરે હાલમાં જે કામ ચાલી રહ્યું છે તે બધું જ ૩૦ ઓક્ટોબર સુધીમાં પૂરું કરવાનું છે. ટીએફપીસીએ નવા નિયમ બહાર પાડ્યા છે જેથી તેઓ સુનિશ્ચિત કરી શકે કે કોઈ પણ ફિલ્મ થિએટરમાં યોગ્ય તારીખ અને યોગ્ય રિલીઝના અભાવે ડબ્બામાં બંધ ન પડી રહે.
એવી ઘણી ફિલ્મો છે જે અડધી બનેલી કે બનેલી પડી રહી છે, જેને થિએટરમનાં યોગ્ય રિલીઝ મળે તેની રાહ જુએ છે. આ મુદ્દાનું સમાધાન કરવા માટે એસોસિએશને નવો નિયમ બનાવ્યો છે, જેના અનુસાર ૧૬ ઓગસ્ટથી કોઈ પણ નવી ફિલ્મ પણ કામ શરૂ કરવામાં આવશે નહીં.SS1MS