સીરિયલ બડે અચ્છે લગતે હૈ-૨નું શૂટિંગ બંધ છે

મુંબઈ, દિશા પરમારે સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’માંથી ૧૦-૧૧ દિવસનો બ્રેક લીધો છે, કારણ કે તે અને પતિ રાહુલ વૈદ્ય તેમની પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે લંડન ગયા છે. હવે, ૧૭ જુલાઈથી ‘બડે અચ્છે લગતે હૈ ૨’નું શૂટિંગ બંધ થઈ ગયું છે.
આટલા લાંબા બ્રેક પાછળની હકીકત એ છે કે, માત્ર દિશા જ નહીં પરંતુ શુભાવી ચોક્સી (નંદિની), અલેફિયા કપાડિયા (સારા) અને અજય નાગરથ (આદિ) પણ લીવ પર છે. શુભાવી સ્પેન ગઈ છે, અલેફિયા મનાવીમાં છે જ્યારે અજય પણ પુણે બહાર ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ‘એકસાથે ચાર એક્ટર્સને રજા આપવામાં શોની પ્રોડ્યૂસર એકતા કપૂરને ખરેખર કોઈ સમસ્યા નહોતી.
તેણે તરત જ પોતાની એક્સપર્ટાઈઝનો ઉપયોગ કર્યો હતો અને ૭-૮ દિવસ માટે પૂરતી બેંકની વ્યવસ્થા કરી હતી. તેણે જે બેંક બનાવી હતી તે અંગે પૂરી ખાતરી હતી. તે ખૂબ જ આત્મવિશ્વાસુ પ્રોડ્યૂસર છે’. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આશરે ૨૪ જુલાઈથી ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવશે.
‘બડે અચ્છે લગતે હૈ ૨’ એ આ જ નામથી બનેલી સીરિયલની સીક્વલ છે. પહેલા ભાગમાં સાક્ષી તન્વર અને રામ કપૂર લીડ રોલમાં હતા, જ્યારે નવી સીરિયલમાં દિશા પરમાર ‘પ્રિયા’ અને નકુલ મહેતા ‘રામ’નું પાત્ર ભજવી રહ્યા છે. સીરિયલ ઓગસ્ટ, ૨૦૨૧માં ઓન-એર થઈ હતી. આ બંનેનો સાથેમાં બીજાે શો છે, અગાઉ તેમણે ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’માં સાથે કામ કર્યું હતું.
બંનેની જાેડીને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. દિશા પરમાર અને રાહુલ વૈદ્ય આશરે એક અઠવાડિયાથી લંડનમાં છે. ૧૬ જુલાઈએ પહેલી વેડિંગ એનિવર્સરી કપલે ત્યાં જ સેલિબ્રેટ કરી હતી.
આ સમયે સિંગરે દિશા સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરીને વિશ કરતાં લખ્યું હતું ‘હેપ્પી ફર્સ્ટ એનિવર્સરી માય લવ…એક વર્ષ પસાર થઈ ગયું અને તે પણ ઝડપથી…તને મારી લાઈફ પાર્ટનર તરીકે મેળવીને ધન્યતા અનુભવી રહ્યો છું! આગામી સાત જન્મ સુધી માત્ર તને જ ઈચ્છું છું. તારી અંદરની સુંદરતા મને રોજ ચમકાવે છે…આઈ લવ યુ વાઈફ! આગામી વર્ષો હાસ્ય, ખુશી અને ક્યૂટ ક્ષણોથી ભરપૂર રહે’.SS1MS