આંગણવાડીની બહેનો પગાર સહિતના પ્રશ્ને મેદાનમાં ઉતરી
કેશોદ, કેશોદ ઘટક એક અને બે હેઠળ આવેલ આંગણવાડીમાં વર્કર હેલ્પર તરીકે ફરજ બજાવતી બહેનો પોતાની પડતર માંગણી માટે હલ્લાબોલ બોલાવી મેદાને ઉતરી હતી.
કેશોદના આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનોને ઓગષ્ટ માસનો પગાર બે માસ બાદ મળ્યો છે. ત્યારે ચડત પગાર ઉપરાંત સરરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોના આયોજન પાછળ થયેલા ખર્ચની રકમ અને આંગણવાડી કેન્દ્રના ભાડાની રકમ, નાસ્તાના બિલની રકમ ચુકવવામાં ન આવતાં
કેશોદના રાજમહેલ ખાતે આવેલ જુની આંગણવાડી ખાતે તમામ વર્કર હેલ્પર બહેનો એકઠી થઈને ચડત રકમ તાત્કાલીકી ચુકવણી કરવાની માગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શ્ન કર્યું હતું.
ગત ધારાસભ્યની સામાન્ય ચુંટણી પહેલા જાહેર કરવામાં આવેલ વધારાની રકમ પણ ચુકવવામાં આવતી ન હોવાથી સામાન્ય અને મધ્યમવર્ગના પરીવારની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો આર્થિક સંકડામણ ભોગવી રહી છે.
બહેનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આગામી તા.૧૦ સુધીમાં માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો તા.૧૧થી આંદોલન કરાશે.