દિલ્હી NCRમાં પ્રદૂષણને કારણે સ્થિતિ ખરાબ
નવીદિલ્હી, દિલ્હી-એનસીઆર પ્રદૂષણને કારણે ખરાબ હાલતમાં છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ સ્તરે પહોંચ્યો છે. હરિયાણા-પંજાબના ખેતરોમાં પરાળ સળગાવવાની અસર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જાેવા મળી રહી છે.
બુધવારે સવારે ૬ વાગ્યે ૩૮૬ એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયું હતું. જાેકે, મંગળવારની સરખામણીમાં બુધવારે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો હતો. મંગળવારે સાંજે ૪ વાગ્યે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક ૪૨૪ નોંધાયો હતો, જે ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ પછીનો સૌથી ખરાબ હતો.
બુધવારે પણ દિલ્હી દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં રહ્યું. ટોચના ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પછી ફરીદાબાદ, ગ્રેટર નોઇડા,નોઇડા, ગાઝિયાબાદ , માનેસર, બહાદુરગઢ, ગુરુગ્રામ, કૈથલ અને ગ્વાલિયરનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. તમામ શહેરોમાં લોકો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે.તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે.HS1MS