જે રીતે વિકાસને ફાઈનાન્સ કરાય છે, તેમાં કોઈપણ દેશને ફસાવવો ના જોઈએઃ સીતારમણ
નવીદિલ્હી, ભારતીય અનુસંધાન પરિષદમાં ૧૪મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય જી-૨૦ કોન્ફ્રન્સમાં બોલતા ભારતના નાણા મંત્રી ર્નિમલા સીતારમણે વૈશ્વિક સ્તર પર ભારતની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કર્યો.
નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, જી-૨૦ની અધ્યક્ષતા માટે ભારતની પ્રાથમિકતાઓમાં વૈશ્વિક નીતિઓના સ્પિલઓવર પર ચર્ચા સામેલ હશે.
ભારત જેવો દેશ આ પ્રકારના સ્પિલઓવર માટે કઈ રીતે અને કઈ હદ સુધી તૈયાર હોઈ શકે છે? ર્નિમલા સીતારમણે કહ્યું કે, જી-૨૦ પ્રેસીડન્સી માટે ડિજિટલ એજેન્ડા ભારતની ડિજિટલ ક્રાંતિનું વિવરણ રજૂ કરશે. નાણા મંત્રીનું કહેવુ છે કે, જી-૨૦ના ઘણા સભ્યોએ આ અંગે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને અમારી સાથે વાતચીત કરી રહ્યા છે.
ભારતના જી-૨૦ પ્રેસીડન્સી દરમિયાન બહુપક્ષીય, વિશેષરીતે ફાઈનાન્સિંગ, ઈન્સ્ટીટ્યૂશન્સ ચર્ચાનો વિષય હશે. તેમણે કહ્યું કે, આ સંસ્થાઓ કદાચ પોતાના નાણાનો યોગ્યરીતે ઉપયોગ નથી કરી રહ્યા. વિકાસ સાથે સંકળાયેલા લક્ષ્યોને સ્થાનીય રીતે પ્રાપ્ત કરવા જાેઈએ. નાણા મંત્રી ર્નિમલા સીતારમણનું કહેવુ છે કે, જે રીતે વિકાસને ફાઈનાન્સ કરવામાં આવે છે, તેમા કોઈપણ દેશને ફસાવવો ના જાેઈએ.
વર્ચ્યુઅલ એસેટ્સના મુદ્દા પર નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, કોઈપણ દેશ પોતાના દમ પર ક્રિપ્ટો એસેટ્સને રેગ્યુલેટ કરવામાં સફળ ના થઈ શકે. આથી આપણે (જી-૨૦ના સભ્યો) અને અન્ય લોકોએ એકસાથે આવવાની જરૂર છે, જેથી સાર્થક વાતચીત થઈ શકે.
નાણા મંત્રી ર્નિમલા સીતારમણ પહેલા ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી અનંત નાગેશ્વરને પણ કહ્યું કે, વર્ચ્યુઅલ એસેટ્સને લઈને ભારત સામાન્ય સહમતિ આધારિત સમાધાનની અપેક્ષા કરે છે. તેમણે કહ્યું કે, તેની સાથે સંકળાયેલા સમાધાન શોધવા ભારતના જી-૨૦ પ્રેસીડન્સીના ઉદ્દેશ્યોમાંથી એક હશે અને તેના દ્વારા તેને સોલ્વ કરવામાં મદદ મળશે.
જી ૨૦ દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશોનું સંગઠન છે. તેના સભ્યોમાં આજેર્ન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, અમેરિકા અને યુરોપિયન યૂનિયન સામેલ છે. ૧૯ દેશ અને યૂરોપિયન યૂનિયન સહિત કુલ મળીને ૨૦ સભ્યો છે. જી-૨૦ દુનિયાના ૮૫ ટકા જીડીપી અને ૭૫ ટકા આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને બે તૃતિયાંશ આબાદીનું પ્રતિનિધિત્વ કરે છે.HS1MS