સુરતમાં ખાડી પર બની રહેલો બ્રિજનો સ્લેબ ધરાશાયી
(એજન્સી)સુરત, સુરતનાં વરાછામાં નિર્માણીધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થવા મામલે તંત્ર દ્વારા ભીનું સંકેલવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘટના બન્યા બાદ ચુપચાપ કાટમાળ હટાવી ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે ૬ એપ્રિલે લસકાણામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો. બ્રિજનો એક સ્પાન ધરાશાયી થયો હતો. જેમાં ૧૦ કરોડનાં ખર્ચે બ્રિજ બની રહ્યો છે. લસકાણા એરિયાનાં ડાયમંડ નગર વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું. ખાડી પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. લસકાણાથી ડાયમંડનગરને જાેડતો બ્રિજ છે. ત્યારે હજુ સુધી જવાબદારો સામે કોઈ કાર્યવાહિ થઈ નથી.
તેમજ કાટમાળને દૂર કરી ફરીથી કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. બ્રિજ સુડા દ્વારા બનાવાઈ રહ્યો છે.
બ્રિજ ધરાશાયી થવા મામલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં (૧)બ્રિજ ધરાશાયી થયા બાદ કાટમાળ શા માટે હટાવી લેવાયો?(૨) બ્રિજનો સ્લેબ તૂટ્યા બાદ કોઈ તપાસ થઈ કે કેમ?
(૩) જીસ્ઝ્રના જવાબદાર અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી કે કેમ? (૪)શું બ્રિજ બનાવતી કંપનીને કોઈ નોટિસ આપીને ખુલાસો માગ્યો હતો કે કેમ? (૫)કોઈપણ તપાસ વિના જ કાટમાળ કેવી રીતે હટાવી શકાય?
(૬)કંપની માલિકને બચાવવા માટેના પ્રયાસ કેમ થઈ રહ્યા છે? (૭) શા માટે સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા આગળ શું પગલા લેવાય તે જાેવાનું રહ્યું.