Western Times News

Gujarati News

હિંમતનગર નજીકથી એસએમસીની ટીમે દારુ ભરેલી કાર સાથે ૨ શખ્શોને ઝડપ્યા

હિંમતનગર, હિંમતનગર નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કારમાં રાજસ્થાનથી અમદાવાદ તરફ દારુનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી એસએમસીની ટીમને મળી હતી. જેને લઈ ટીમે એક કારને હિંમતનગર ના જીઆઈડીસી ઓવરબ્રીજ પાસે આંતરીને તલાશી લેતા દારુનો જથ્થો મળી આવ્યો હતો.

અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પરથી એક કારમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગરથી આવેલી એસએમસી ની ટીમે બાતમી આધારે એક કારને આંતરીને તેની તલાશી લીધી હતી. જેમાંથી ૧.૮૧ લાખ રુપિયાનો વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. શહેરના જીઆઈડીસી ઓવરબ્રીજ પાસે આ કારને રોકવામાં આવી હતી.

એસએમસીએ અમદાવાદ ગોમતીપુરના નવાઝખાન ફિરોઝખાન પઠાણ અને રામોલના સોયબ મુસ્તુફા સલાટને દારુના જથ્થા સાથે ઝડપી લીધા હતા. બંને અમદાવાદ તરફ દારુનો જથ્થો લઈ આવી રહ્યા હતા. એ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. જીસ્ઝ્ર એ આ બંને શખ્શો સહિત દારુ ભરી આપનાર અને રીસીવ કરનારાઓ સહિત ૫ શખ્શો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.